Surah Al-Hijr

સૂરહ અલ-હિજ્ર

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૫

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

الٓرٰ قف تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ وَ قُرْاٰنٍ مُّبِیْنٍ (1)

(૧) અલિફ. લામ.રા., આ (અલ્લાહની) કિતાબની આયતો છે અને સ્પષ્ટ કુરઆનની.


رُبَمَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ كَانُوْا مُسْلِمِیْنَ (2)

(૨) તે પણ સમય હશે જ્યારે કાફિરો પોતાને મુસલમાન હોવાની કામના કરશે.


ذَرْهُمْ یَاْكُلُوْا وَ یَتَمَتَّعُوْا وَ یُلْهِهِمُ الْاَمَلُ فَسَوْفَ یَعْلَمُوْنَ (3)

(૩) તમે એમને ખાતા-પીતા, ફાયદો ઉઠાવતા અને (જૂઠી) ઉમ્મીદોમાં મશગૂલ થયેલા છોડી દો, તેઓ પોતે હમણાં જાણી લેશે.


وَ مَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا وَ لَهَا كِتَابٌ مَّعْلُوْمٌ (4)

(૪) અને કોઈ વસ્તીને અમે બરબાદ નથી કરી, પરંતુ એ કે તેના માટે નિર્ધારિત લેખ હતો.


مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَ مَا یَسْتَاْخِرُوْنَ (5)

(૫) કોઈ કોમ પોતાની મોતથી ન આગળ વધે છે, ન પાછળ રહે છે.


وَ قَالُوْا یٰۤاَیُّهَا الَّذِیْ نُزِّلَ عَلَیْهِ الذِّكْرُ اِنَّكَ لَمَجْنُوْنٌؕ (6)

(૬) અને તેમણે કહ્યું કે, “હે તે મનુષ્ય! જેના પર કુરઆન ઉતારવામાં આવ્યુ છે, બેશક તમે તો કોઈ દિવાના છો.

لَوْ مَا تَاْتِیْنَا بِالْمَلٰٓئِكَةِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ (7)

(૭) જો તમે સાચા જ હોય, તો અમારા માટે ફરિશ્તાઓને કેમ નથી લાવતા?”


مَا نُنَزِّلُ الْمَلٰٓئِكَةَ اِلَّا بِالْحَقِّ وَ مَا كَانُوْۤا اِذًا مُّنْظَرِیْنَ (8)

(૮) અમે ફરિશ્તાઓને સત્યના સાથે જ ઉતારીએ છીએ અને તે વખતે એમને મહેતલ આપવામાં આવતી નથી.


اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَ اِنَّا لَهٗ لَحٰفِظُوْنَ (9)

(૯) બેશક અમે જ આ કુરઆનને ઉતાર્યુ છે અને અમે જ તેના રક્ષક છીએ.


وَ لَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ شِیَعِ الْاَوَّلِیْنَ (10)

(૧૦) અને અમે તમારાથી પહેલાની કોમોમાં પણ અમારા રસૂલ (લગાતાર) મોકલ્યા.


وَ مَا یَاْتِیْهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ (11)

(૧૧) અને (પરંતુ) જે પણ રસૂલ આવતા, તેમનો તે લોકો મજાક ઉડાવતા હતા.


كَذٰلِكَ نَسْلُكُهٗ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَۙ (12)

(૧૨ ) ગુનેહગારોના દિલોમાં અમે આ પ્રકારે આ જ રચી દઈએ છીએ.

لَا یُؤْمِنُوْنَ بِهٖ وَ قَدْ خَلَتْ سُنَّةُ الْاَوَّلِیْنَ (13)

(૧૩) તેઓ આના પર ઈમાન નથી લાવતા, અને બેશક પહેલાના લોકોના તરીકા પર (પસાર )થયા છે.


وَ لَوْ فَتَحْنَا عَلَیْهِمْ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوْا فِیْهِ یَعْرُجُوْنَۙ (14)

(૧૪) અને જો અમે તેમના ઉપર આકાશના દરવાજા ખોલી પણ દઈએ અને તેઓ ત્યાં ચઢવા લાગી જાય.


لَقَالُوْۤا اِنَّمَا سُكِّرَتْ اَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُوْرُوْنَ ۧ (15)

(૧૫) તો પણ તે લોકો આમ જ કહેશે કે, “અમારી નજરબંધી કરી દેવામાં આવી છે, બલ્કે અમારા ઉપર જાદૂ કરી દેવામાં આવ્યુ છે.”(ع-)