Surah Ibrahim
સૂરહ ઈબ્રાહીમ
રૂકૂઅ : ૭
આયત ૪૨ થી ૫૨
وَ لَا تَحْسَبَنَّ اللّٰهَ غَافِلًا عَمَّا یَعْمَلُ الظّٰلِمُوْنَ ؕ٥ اِنَّمَا یُؤَخِّرُهُمْ لِیَوْمٍ تَشْخَصُ فِیْهِ الْاَبْصَارُۙ (42)
(૪૨) જાલિમોના કાર્યોથી અલ્લાહને બેખબર ન સમજો, તેણે તો તેમને તે દિવસ સુધી મોકો આપેલ છે જે દિવસે આંખો ફાટીને રહી જશે.
مُهْطِعِیْنَ مُقْنِعِیْ رُءُوْسِهِمْ لَا یَرْتَدُّ اِلَیْهِمْ طَرْفُهُمْ ۚ وَ اَفْئِدَتُهُمْ هَوَآءٌؕ (43)
(૪૩) તેઓ પોતાના માથા ઊંચા કરીને ભાગદોડ કરી રહ્યા હશે, સ્વયં પોતાના તરફ પણ નજર પાછી નહીં ફરે, અને તેમના દિલ ઊડી જઈ રહ્યા હશે.
وَ اَنْذِرِ النَّاسَ یَوْمَ یَاْتِیْهِمُ الْعَذَابُ فَیَقُوْلُ الَّذِیْنَ ظَلَمُوْا رَبَّنَاۤ اَخِّرْنَاۤ اِلٰۤى اَجَلٍ قَرِیْبٍ ۙ نُّجِبْ دَعْوَتَكَ وَ نَتَّبِعِ الرُّسُلَ ؕ اَوَ لَمْ تَكُوْنُوْۤا اَقْسَمْتُمْ مِّنْ قَبْلُ مَا لَكُمْ مِّنْ زَوَالٍۙ (44)
(૪૪) અને લોકોને તે દિવસથી હોંશિયાર કરી દો જયારે કે તેમના નજીક અઝાબ આવી પહોંચશે અને જાલિમો કહેશે કે, “હે અમારા રબ! અમને બહુ થોડા નજીકના સમય સુધી મહેતલ આપ કે અમે તારું નિમંત્રણ માની લઈએ અને તારા પયગંબરોના અનુસરણમાં લાગી જઈએ, શું તમે આના પહેલા પણ કસમો ખાઈ રહ્યા ન હતા કે અમારે દુનિયાથી હટીને ક્યાંય જવાનું નથી.”
وَّ سَكَنْتُمْ فِیْ مَسٰكِنِ الَّذِیْنَ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ وَ تَبَیَّنَ لَكُمْ كَیْفَ فَعَلْنَا بِهِمْ وَ ضَرَبْنَا لَكُمُ الْاَمْثَالَ (45)
(૪૫) અને શું તમે તે લોકોની વસ્તીમાં રહેતા ન હતા જેમણે પોતાની જાનો ઉપર જુલ્મ કર્યુ, અને શું તમારા પર તે મામલો ખુલ્યો નહિ કે અમે તેમના સાથે શું કર્યું ? અમે તો તમને સમજાવવા માટે ઘણા બધા ઉદાહરણો આપી ચૂક્યા હતા.
وَ قَدْ مَكَرُوْا مَكْرَهُمْ وَ عِنْدَ اللّٰهِ مَكْرُهُمْ ؕ وَ اِنْ كَانَ مَكْرُهُمْ لِتَزُوْلَ مِنْهُ الْجِبَالُ (46)
(૪૬) અને તેઓ પોતાની યુક્તિ ચાલી રહ્યા છે અને અલ્લાહને તેમની બધી યુક્તિઓનું ઈલ્મ છે, તેમની યુક્તિ એવી ન હતી કે તેનાથી પહાડ પોતાની જગ્યાએથી ખસી જાય.
فَلَا تَحْسَبَنَّ اللّٰهَ مُخْلِفَ وَعْدِهٖ رُسُلَهٗ ؕ اِنَّ اللّٰهَ عَزِیْزٌ ذُو انْتِقَامٍؕ (47)
(૪૭) તમે એવો વિચાર કદી ન કરો કે અલ્લાહ પોતાના નબીઓ સાથે કરેલા વચનોની વિરૂધ્ધ કરશે અલ્લાહ મોટો જબરજસ્ત અને બદલો લેવાવાળો છે.
یَوْمَ تُبَدَّلُ الْاَرْضُ غَیْرَ الْاَرْضِ وَ السَّمٰوٰتُ وَ بَرَزُوْا لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ(48)
(૪૮) જે દિવસે ધરતી આ ધરતીના સિવાય બીજી જ બદલી નાખવામાં આવશે અને આકાશોને પણ, અને બધા એક અલ્લાહ જબરજસ્તના સામે હશે.
وَ تَرَى الْمُجْرِمِیْنَ یَوْمَئِذٍ مُّقَرَّنِیْنَ فِی الْاَصْفَادِۚ (49)
(૪૯) અને તમે તે દિવસે ગુનેહગારોને જોશો કે સાંકળોમાં એકબીજા સાથે એક જગ્યા પર જકડાયેલા હશે.
سَرَابِیْلُهُمْ مِّنْ قَطِرَانٍ وَّ تَغْشٰى وُجُوْهَهُمُ النَّارُۙ (50)
(૫૦) તેમના કપડા ડામરના હશે અને આગ તેમના ચહેરા પર છવાયેલી હશે.
لِیَجْزِیَ اللّٰهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ؕ اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ (51)
(૫૧) આવું એટલા માટે કે અલ્લાહ (તઆલા) દરેક વ્યક્તિને તેના કરેલા કાર્યોનો બદલો આપે, બેશક અલ્લાહને હિસાબ લેતા વાર નહિ લાગે.
هٰذَا بَلٰغٌ لِّلنَّاسِ وَ لِیُنْذَرُوْا بِهٖ وَ لِیَعْلَمُوْۤا اَنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّ لِیَذَّكَّرَ اُولُوا الْاَلْبَابِ ۧ (52)
(૫૨) આ કુરઆન તમામ લોકો માટે સૂચનાપત્ર છે કે આના વડે તેમને ખબરદાર કરી દેવામાં આવે, અને પૂરી રીતે જાણી લે કે એક અલ્લાહ જ બંદગીના લાયક છે, જેથી અકલમંદ લોકો સમજી વિચારી લે. (ع-૭)