Surah Al-Muzzammil
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે ચાદરમાં લપેટાઈ જનાર. [1]
(૨) રાત્રે ઊભા થઈ જાઓ (તહજ્જુદની નમાઝ માટે) પણ થોડો સમય.
(૩) અડધી રાત્રે, અથવા તેનાથી પણ ઓછું.
(૪) અથવા તેના ઉપર થોડુંક વધારી દો, અને કુરઆનને ખૂબ સ્પષ્ટ થોભી-થોભીને પઢો.
(૫) બેશક અમે તમારા ઉપર ખૂબ જ ભારે વાણી અવતરિત કરવાના છીએ. [2]
(૬) બેશક રાત્રે ઊઠવું મનની એકાગ્રતા માટે ખૂબ જ અસરકારક છે અને વાણી (કુરઆન)ને પઢવા માટે ખૂબ જ ઉચિત છે. [3]
(૭) બેશક તમારે દિવસમાં ઘણા કામ રહે છે.
(૮) અને તમે પોતાના રબના નામનો ઝિક્ર કર્યા કરો અને સમગ્ર દુનિયાથી અલગ થઈને તેની (અલ્લાહની) તરફ ધ્યાનમગ્ન થઈ જાઓ. [4]
(૯) પૂર્વ અને પશ્ચિમનો રબ તેના સિવાય કોઈ બંદગીના લાયક નથી, તેથી તેને જ તમારો વકીલ (કર્તાહર્તા) બનાવી લો.
(૧૦) અને જે કંઈ તેઓ (કાફિરો) કહે છે તેને તમે સહન કરો અને તેઓને યોગ્ય રીતે છોડી અલગ થઈ જાઓ.
(૧૧) અને મને અને તે જૂઠાડનારા સુખી-સંપન્ન લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપો.
(૧૨) બેશક અમારે ત્યાં સખત બેડીઓ છે અને ભડકે બળતી જહન્નમ છે.
(૧૩) અને ગળામાં ફસાઈ જનાર ખોરાક છે અને પીડાકારી સજા છે.
(૧૪) જે દિવસે ધરતી અને પહાડો ધ્રુજી ઉઠશે અને પહાડો ચૂરેચૂરા રેતીના ઢગલા જેવા થઈ જશે.
(૧૫) બેશક અમે તમારા તરફ પણ તમારા પર સાક્ષી આપનાર રસૂલ મોકલી દીધા છે જેવી રીતે અમે ફિરઔનની તરફ એક રસૂલ મોકલ્યો હતો.
(૧૬) તો ફિરઔને તે રસૂલની નાફરમાની કરી તો અમે તેને સખત પકડમાં લીધો.
(૧૭) તમે જો કાફિર રહ્યા તો તે દિવસે કેવી રીતે બચી શકશો જે દિવસ બાળકોને વૃદ્ધ કરી દેશે. [5]
(૧૮) જે દિવસે આકાશ ફાટી જશે, અલ્લાહ (તઆલા) નો આ વાયદો પૂરો થઈને જ રહેશે.
(૧૯) બેશક આ નસીહત છે, તો જે ચાહે તે પોતાના રબ તરફના માર્ગને અપનાવી લે. (ع-૧)