Surah Al-Mu'minun
સૂરહ અલ-મુ'મિનૂન
સૂરહ અલ-મુ'મિનૂન
وَ قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهِ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِلِقَآءِ الْاٰخِرَةِ وَ اَتْرَفْنٰهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۙ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ یَاْكُلُ مِمَّا تَاْكُلُوْنَ مِنْهُ وَ یَشْرَبُ مِمَّا تَشْرَبُوْنَ { ۙ ص} (33)
(૩૩) અને કોમના સરદારોએ જવાબ આપ્યો જેઓ કુફ્ર કરતા હતા અને આખિરતની મુલાકાતને ખોટી ઠેરવતા હતા અને અમે જેમને દુનિયાની જિંદગીમાં સુખી-સંપન્ન બનાવ્યા હતા, તેઓ કહેવા લાગ્યા કે, “આ તો તમારા જેવો મનુષ્ય છે, તમારા ખોરાકમાંથી ખાય છે અને તમારા પીવાનું પાણી આ પણ પીએ છે.
وَ لَئِنْ اَطَعْتُمْ بَشَرًا مِّثْلَكُمْ اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَۙ (34)
(૩૪) અને જો તમે પોતાના જેવા જ મનુષ્યનું અનુસરણ કબૂલ કરી લીધું તો બેશક તમે નુકસાનમાં છો.
اَیَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَ كُنْتُمْ تُرَابًا وَّ عِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ { ۙ ص} (35)
(૩૫) શું આ તમને એ વાતનો વાયદો આપે છે કે જ્યારે તમે મરીને ફક્ત માટી અને હાડકાં બનીને રહી જાઓ, તો તમે ફરીથી જીવતા કરવામાં આવશો?
هَیْهَاتَ هَیْهَاتَ لِمَا تُوْعَدُوْنَ { ۙ ص} (36)
(૩૬) નહિ નહિ, દૂર અને ઘણું દૂર છે તે જેનો તમને વાયદો આપવામાં આવ્યો છે.
اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا نَمُوْتُ وَ نَحْیَا وَ مَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ { ۙ ص} (37)
(૩૭) જીવન તો ફક્ત દુનિયાનું જીવન છે જેમાં અમે મરતા અને જીવતા રહીએ છીએ, અને અમે ફરીથી ઉઠાવવામાં આવીશું નહીં.
اِنْ هُوَ اِلَّا رَجُلُ اِ۟فْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا وَّ مَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِیْنَ (38)
(૩૮) આ તો બસ તે મનુષ્ય છે જેણે અલ્લાહ પર જૂઠ ઘડી લીધું છે અમે તો તેના પર ઈમાન લાવવાના નથી."
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ (39)
(૩૯) નબીએ દુઆ કરી કે, “રબ! આ લોકોના મારા ખોટા ઠેરવવા પર તું જ મારી મદદ કર.”
قَالَ عَمَّا قَلِیْلٍ لَّیُصْبِحُنَّ نٰدِمِیْنَۚ (40)
(૪૦) જવાબ આપ્યો કે, “આ લોકો ઘણા જલ્દી પોતાની કરણી પર પછતાવો કરશે.”
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ بِالْحَقِّ فَجَعَلْنٰهُمْ غُثَآءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ (41)
(૪૧) છેવટે ન્યાયના નિયમ અનુસાર ચીખે તેમને પકડી લીધા અને અમે તેમને કચરો બનાવી નાખ્યા, જાલિમો માટે દૂરી થાય.
ثُمَّ اَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِیْنَؕ (42)
(૪૨) ત્યારબાદ અમે તેમના પછી બીજી પણ કોમ પેદા કરી.
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَ مَا یَسْتَاْخِرُوْنَؕ (43)
(૪૩) ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન પાછળ રહી.
ثُمَّ اَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ؕ كُلَّمَا جَآءَ اُمَّةً رَّسُوْلُهَا كَذَّبُوْهُ فَاَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَّ جَعَلْنٰهُمْ اَحَادِیْثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا یُؤْمِنُوْنَ (44)
(૪૪) પછી અમે લગાતાર રસૂલ મોકલ્યા, જે કોમ પાસે જ્યારે પણ તેનો રસૂલ આવ્યો, તેમણે તેને ખોટો ઠેરવ્યો, તો અમે એકને બીજા પાછળ લગાવી દીધા, અને તેમને માત્ર દંતકથા બનાવી દીધા, એ લોકો માટે દૂરી હોય જેઓ ઈમાન કબૂલ કરતા નથી.
ثُمَّ اَرْسَلْنَا مُوْسٰى وَ اَخَاهُ هٰرُوْنَ ۙ٥ بِاٰیٰتِنَا وَ سُلْطٰنٍ مُّبِیْنٍۙ (45)
(૪૫) પછી અમે મૂસા અને તેના ભાઈ હારૂનને અમારી નિશાનીઓ અને સ્પષ્ટ દલીલ સાથે મોકલ્યા.
اِلٰى فِرْعَوْنَ وَ مَلَاۡئِهٖ فَاسْتَكْبَرُوْا وَ كَانُوْا قَوْمًا عَالِیْنَۚ (46)
(૪૬) ફિરઔન અને તેની સેના તરફ, પરંતુ તેમણે ઘમંડ કર્યો અને હતા પણ તેઓ અભિમાની લોકો.
فَقَالُوْۤا اَنُؤْمِنُ لِبَشَرَیْنِ مِثْلِنَا وَ قَوْمُهُمَا لَنَا عٰبِدُوْنَۚ (47)
(૪૭) કહેવા લાગ્યા, “શું અમે અમારા જેવા બે માણસો પર ઈમાન લાવીએ ? જ્યારે કે તેમની કોમ પોતે અમારી ગુલામ છે ?
فَكَذَّبُوْهُمَا فَكَانُوْا مِنَ الْمُهْلَكِیْنَ (48)
(૪૮) તો તેમણે બંનેને ખોટા ઠેરવ્યા, અંતમાં તે લોકો પણ તબાહ થયેલા લોકોમાં સામેલ થઈ ગયા.
وَ لَقَدْ اٰتَیْنَا مُوْسَى الْكِتٰبَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ (49)
(૪૯) અને અમે મૂસાને કિતાબ પણ આપી જેથી લોકો સાચા માર્ગ પર આવી જાય.
وَ جَعَلْنَا ابْنَ مَرْیَمَ وَ اُمَّهٗۤ اٰیَةً وَّ اٰوَیْنٰهُمَاۤ اِلٰى رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَّ مَعِیْنٍ ۧ (50)
(૫૦) અને અમે મરયમના પુત્ર અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બંનેને ઊંચી રાહતવાળી અને વહેતા પાણીવાળી જગ્યામાં પનાહ આપી. (ع-૩)