(૧૭૨) મસીહ અલ્લાહના બંદા હોવાથી કદી પણ નફરત કરતા ન હતા અને ન નજીકના ફરિશ્તાઓ[110] અને જો કોઈ અલ્લાહની બંદગીથી નફરત અને ધમંડ કરશે, તો તે બધાને પોતાના તરફ જમા કરશે.
(૧૭૩) તો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેનો તેમને પૂરો બદલો આપશે અને પોતાની મહેરબાનીથી તેમને વધારે આપશે, પરંતુ જેઓ નફરત કરે અને ઘમંડ કરે તેમને પીડાકારી સજા આપશે અને તેઓ અલ્લાહના સિવાય પોતાના માટે કોઈ દોસ્ત અને મદદગાર નહિં પામે.
(૧૭૪) હે લોકો! તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે,[111] અને અમે તમારા તરફ નૂર (પવિત્ર કુરઆન) ઉતારી દીધું છે.[112]
(૧૭૫) પછી જે લોકો અલ્લાહ ઉ૫૨ ઈમાન લાવે અને તેને મજબૂતીથી પકડી લે, તેમને પોતાની મહેરબાની અને રહમતમાં દાખલ કરશે અને તેમને પોતાના તરફનો સીધો માર્ગ બતાવશે.
(૧૭૬) તેઓ તમારાથી પ્રશ્ન કરે છે, તમે કહી દો તમને અલ્લાહ (તઆલા) કલાલાના બારામાં નિર્દેશ કરે છે[113]
કે જો કોઈ પુરૂષનું મૃત્યુ થઈ જાય અને તેના વારસદારોમાં કોઈ સંતાન ન હોય અને તેની એક બહેન હોય તો તેના માટે છોડેલા માલમાંથી અડધું છે, અને તે તેનો (બહેનોનો) વારસદાર છે જો તેને કોઈ સંતાન ન હોય, જો બે બહેનો હોય તો બંને માટે બે તૃતિયાંશ છે તેમાંથી જેને તે છોડીને ગયો[114] અને જો ભાઈ-બહેન બંને હોય, પુરૂષ પણ અને સ્ત્રી પણ, તો પુરૂષ માટે બે સ્ત્રીઓના બરાબર (ભાગ) છે. અલ્લાહ તમારા માટે વર્ણન કરી રહ્યો છે જેથી તમે ભટકી ન જાઓ અને અલ્લાહ બધું જ જાણવાવાળો છે. (ع-૨૪)