(૧૦૫) તેઓ તમને પહાડો વિશે પૂછે છે તો (તમે) કહી દો કે, “તેમને મારો રબ કણ-કણ કરીને ઉડાવી દેશે.”
(૧૦૬) અને ધરતીને સપાટ મેદાન બનાવીને છોડશે.
(૧૦૭) જેમાં ન તો કોઈ વળ દેખાશે, ન ઊંચ-નીચ.
(૧૦૮) તે દિવસે લોકો પોકારનારાના પાછળ ચાલશે, જેમાં કોઈ અકડાઈ ન હશે, અને અલ્લાહ કૃપાળુના સામે તમામ અવાજો ધીમી થઈ જશે, સિવાય એક સરસર અવાજના તમને કશું પણ સંભળાશે નહિ.
(૧૦૯) તે દિવસે ભલામણ કશું કામ નહિ આવે, પરંતુ જેને રહમાન (દયાળુ) પરવાનગી આપે અને તેની વાતને પસંદ કરે.
(૧૧૦) જે કંઈ તેમના આગળ અને પાછળ છે, તેને (અલ્લાહ જ) જાણે છે, સૃષ્ટિનું જ્ઞાન તેને ઘેરી શકતુ નથી.
(૧૧૧) અને તમામ ચહેરા તે જીવંત (હંમેશા જીવિત) અને કાયમ રહેવાવાળા અલ્લાહના સામે વિનમ્રતાપૂર્વક ઝૂકેલા હશે, બેશક તે નાકામ થઈ ગયો જેણે જુલમનો બોજ લાદી લીધો.
(૧૧૨) અને જે નેક કામો કરે, અને ઈમાનવાળો પણ હોય તો ન તેને જુલમનો ડર હશે ન હક માર્યા જવાનો.[1]
(૧૧૩) અને આ જ રીતે અમે તમારા પર અરબી (ભાષામાં) કુરઆન ઉતાર્યુ છે, અને જુદી-જુદી રીતે આમાં ચેતવણીઓ આપેલ છે, જેથી લોકો પરહેઝગાર બની જાય અથવા તેમના દિલોમાં સોચ-વિચાર પેદા કરે.
(૧૧૪) આ રીતે અલ્લાહ (તઆલા) સર્વશ્રેઠ, સાચો અને વાસ્તવિક માલિક છે,[1] તમે કુરઆન પઢવામાં ઉતાવળ ન કરો આના પહેલા કે તમારા તરફ જે વહી કરવામાં આવે છે તે પૂરી કરી દેવામાં આવે, અને એ કહો કે, “હે મારા રબ! મારા ઈલ્મમાં વધારો કર.”[2]
(૧૧૫) અને અમે આદમને પહેલાથી જ તાકીદનો હુકમ આપી દીધો હતો, પરંતુ તે ભૂલી ગયો અને અમે તેનામાં કોઈ સંકલ્પ ન જોયો. (ع-૬)