(૩૧) અને ગરીબીના ડરથી પોતાની સંતાનને કતલ ન કરો, તેમને અને તમને અમે જ રોજી આપીએ છીએ બેશક તેમને કતલ કરવું ઘણો મોટો અપરાધ છે.
(૩૨) અને હોંશિયાર! વ્યભિચારના નજીક પણ ન જશો, કેમકે તે ઘણી બેશરમીનું કામ છે અને ઘણો ખરાબ માર્ગ છે.[1]
(૩૩) અને કોઈ જીવને જેને મારવું અલ્લાહે હરામ કરી દીધુ છે કદી નાહક કતલ ન કરશો, અને જેને બેક્સુર મારી નાખવામાં આવે અમે તેના વારસદારોને અધિકાર આપી રાખ્યો છે પરંતુ તેને જોઈએ કે મારી નાખવામાં જલદી ન કરે, બેશક તેની મદદ કરવામાં આવશે.
(૩૪) અને અનાથના માલના નજીક ન જાઓ સિવાય તે તરીકાના જે સૌથી વધારે ઉત્તમ હોય, ત્યાં સુધી કે તે પોતાની સમજદારીની વય સુધી પહોંચી જાય[1] અને વચનોને પૂરા કરો કેમકે વચનો વિષે પૂછતાછ થશે.
(૩૫) અને જ્યારે માપવા લાગો તો પૂરા માપથી માપો અને સાચા ત્રાજવાથી તોલો, આ જ સારું છે અને પરિણામની દષ્ટિએ પણ ઘણું ઉત્તમ છે.
(૩૬) અને જે વાતની તમને ખબર જ ન હોય, તેના પાછળ ન પડો, કેમકે કાન, આંખ અને દિલ આમાંથી બધાની પૂછતાછ કરવામાં આવશે.
(૩૭) અને ધરતી પર અકડાઈને ન ચાલો, કેમકે ન તમે ધરતીને ફાડી શકો છો અને ન તો લંબાઈમાં પહાડોને પહોંચી શકો છો.[1]
(૩૮) આ બધા કાર્યોની બૂરાઈ તમારા રબના નજીક ખૂબ નાપસંદ છે.
(૩૯) આ પણ તે વહીમાંથી છે જેને તમારા રબે તમારા તરફ હિકમતથી ઉતારી છે, એટલા માટે અલ્લાહ સાથે કોઈ બીજાને મા'બૂદ ન બનાવતા કે ધિક્કારીને અને અપમાનિત કરીને જહન્નમમાં નાખી દેવામાં આવે.
(૪૦) શું પુત્રો માટે અલ્લાહે તમને પસંદ કરી લીધા અને પોતે પોતાના માટે ફરિશ્તાઓને પુત્રીઓ બનાવી લીધી? બેશક તમે ઘણા મોટા બોલ બોલી રહ્યા છો. (ع-૪)