(૧૦૯) ફિરઔનની કોમના સરદારોએ કહ્યું, “આ મોટો માહિર જાદુગર છે.
(૧૧૦) તે તમને તમારા દેશમાંથી કાઢી મૂકવા ચાહે છે પછી તમે લોકો શું અભિપ્રાય આપો છો?”
(૧૧૧) તેમણે કહ્યું કે, “તમે તેને અને તેના ભાઈને સમય આપો અને શહેરમાં ભેગા કરવાવાળાઓને મોકલી દો.
(૧૧૨) કે તેઓ બધા માહિર જાદુગરોને તમારા સામે લાવીને હાજર કરે."[1]
(૧૧૩) અને જાદુગર ફિરઔનની પાસે આવી ગયા અને કહ્યું કે, “જો અમે જીતી ગયા તો શું અમારા માટે કોઈ ઈનામ છે?”
(૧૧૪) (ફિરઔને) કહ્યું કે, “હા, અને તમે બધા નજદીકના લોકોમાંથી થઈ જશો."[1]
(૧૧૫) (જાદુગરોએ) કહ્યું કે, “અય મૂસા! ચાહે તમે નાખો અથવા અમે જ નાખીએ?”
(૧૧૬) (મૂસાએ) કહ્યું કે, “તમે જ નાખો.” તો જ્યારે તેઓએ નાખ્યુ તો લોકોની નજરબંદી કરી દીધી અને તેમને ડરાવી દીધા, અતે એક પ્રકારનો મોટો જાદુ બતાવ્યો.
(૧૧૭) અને અમે મૂસાને હુકમ આપ્યો કે પોતાની લાઠી નાખી દો, પછી તે અચાનક તેમના જૂઠા (જાદુ)ને ગળતી ગઈ.
(૧૧૮) આખરે સત્ય જાહેર થઈ ગયુ અને તેઓએ જે કંઈ બનાવ્યુ હતુ તે જતુ રહ્યું.
(૧૧૯) છેવટે તે લોકો આ મોકા પર હારી ગયા અને ઘણા અપમાનિત થઈને પાછા ફર્યા.
(૧૨૦) અને જાદુગર સિજદામાં પડી ગયા.
(૧૨૧) કહેવા લાગ્યા, “અમે ઈમાન લાવ્યા સમગ્ર સૃષ્ટિના રબ ઉપર.
(૧૨૨) જે મૂસા અને હારૂનનો પણ રબ છે."[1]
(૧૨૩) ફિરઔને કહ્યું, “તમે તેના (મૂસા) પર ઈમાન મારા હુકમ પહેલા લઈ આવ્યા? બેશક આ એક કાવતરું છે જે તમે શહેરમાં તેના રહેવાસીઓને તેમાંથી કાઢવા માટે રચી લીધુ છે છેવટે તમને જલ્દી ખબર પડી જશે.
(૧૨૪) હું તમારા એક તરફના હાથ અને બીજી તરફના પગ કાપી નાખીશ, પછી તમને બધાને શૂળી ૫ર લટકાવી દઈશ.”
(૧૨૫) (તેમણે) જવાબ આપ્યો કે, “અમે (મૃત્યુ પામીને) અમારા રબ પાસે જ જઈશું.[1]
(૧૨૬) અને તમે અમારામાં આ જ બૂરાઈ જોઈ છે કે અમે પોતાના રબની આયતો પર યકીન કરી લીધું જ્યારે તે અમારી પાસે આવી ગઈ, “હે અમારા રબ! અમને ધીરજ પ્રદાન કર અને અમને મૃત્યુ આવે તો એ સ્થિતિમાં કે અમે મુસલમાન હોઈએ.” (ع-૧૪)