(૩૨) તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે છે જે અલ્લાહ (તઆલા) પર જૂઠ બોલે અને સત્ય તેના પાસે આવી જાય તો તેને ખોટું ઠેરવે ? શું આવા કાફિરોનું ઠેકાણું જહન્નમ નથી?
(૩૩) અને જે લોકો સત્ય (ધર્મ) લાવ્યા,[1] અને જેઓએ તેને સત્ય માન્યો,[2] તેઓ જ પરહેઝગાર (સંયમી) છે.
(૩૪) તેમના માટે તેમના રબ પાસે તે બધીજ વસ્તુઓ છે જેની આ લોકો ઈચ્છા કરશે, પરહેઝગારોનો આ જ બદલો છે.
(૩૫) જેથી અલ્લાહ (તઆલા) તેમનાથી તેમના બૂરા કર્મોને દૂર કરી દે અને જે નેક કર્મો તેમણે કર્યા છે તેનો સારો બદલો પ્રદાન કરે.
(૩૬) શું અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓના માટે પુરતો નથી ?[1] આ લોકો તમને અલ્લાહ સિવાય બીજાઓથી ડરાવી રહ્યા છે, અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેની હિદાયત કરવાવાળો કોઈ નથી.
(૩૭) અને જેને અલ્લાહ (તઆલા) હિદાયત આપી દે તેને ગુમરાહ કરનાર કોઈ નથી. શું અલ્લાહ (તઆલા) જબરજસ્ત અને બદલો લેનાર નથી ?
(૩૮) જો આ લોકોને તમે પૂછો કે, “આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે?” તો બેશક આ લોકો એ જ જવાબ આપશે કે, “અલ્લાહે”, તમે આમને પૂછો કે, “સારૂં, એ બતાવો કે જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો જો અલ્લાહ (તઆલા) મને નુકસાન પહોંચાડવા ચાહે તો શું તેઓ તેના નુકસાન પહોંચાડવાને હટાવી શકે છે? અથવા અલ્લાહ (તઆલા) મારા પર કૃપા કરવા ચાહે તો શું તેઓ તેની કૃપાને રોકી શકે છે ? કહી દો કે, “અલ્લાહ મને કાફી છે.” ભરોસો કરનારાઓ તેના ઉપર જ ભરોસો કરે છે.
(૩૯) કહી દો કે, “હે મારી કોમના લોકો! તમે પોતાના સ્થાન પર પોતાનું કર્મ કરતા જાઓ. હું પણ કર્મ કરી રહ્યો છું.[1] ટૂંક સમયમાં તમે જાણી લેશો.
(૪૦) કે કોના ઉપર અપમાનિત કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર કાયમી અઝાબ થાય છે.
(૪૧) બેશક તમારા ઉપર અમે સત્યના સાથે આ કિતાબ લોકોના માટે ઉતારી છે, તો જે વ્યક્તિ સીધા માર્ગ પર આવી જાય તે તેના પોતાના (ફાયદા) માટે છે, અને જે ભટકી જાય તેના ભટકવાનો (બોજ) તેના પર જ છે તમે તેના જવાબદાર નથી. (ع-૪)