(૮) માદા પોતાના ગર્ભમાં જે કંઈ રાખે છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે,[1] અને ગર્ભમાં થતા વધારા-ઘટાડાને પણ,[2] દરેક વસ્તુ તેના પાસે એક અંદાજાથી છે.
(૯) છૂપી અને જાહેર વાતોનું તે ઈલ્મ રાખવાવાળો છે, સૌથી મહાન, સૌથી ઉચ્ચતર અને સૌથી શ્રેષ્ઠ છે.
(૧૦) તમારામાંથી કોઈને પોતાની વાત છૂપાવીને કહેવી અથવા ઊંચી અવાજમાં તેને કહેવી અને જે રાત્રિમાં છૂપાયેલ હોય અથવા દિવસમાં ચાલી રહ્યું હોય, અલ્લાહ માટે બધું સરખું છે.
(૧૧) તેના રક્ષકો મનુષ્યના આગળ-પાછળ નિયુક્ત છે, જેઓ અલ્લાહના હુકમથી તેની રક્ષા કરે છે, કોઈ કોમની હાલત અલ્લાહ (તઆલા) નથી બદલતો જ્યાં સુધી કે તેઓ પોતે ન બદલે, જે તેમના દિલોમાં છે, અલ્લાહ (તઆલા) જ્યારે કોઈ કોમને સજા આપવાનો નિર્ણય કરી લે છે તો તે બદલાતો નથી, અને તેના સિવાય કોઈ પણ તેમનો સંરક્ષક નથી.
(૧૨) તે અલ્લાહ જ છે જે તમને વીજળીની ચમક ડરાવવા અને આશા જગાડવા માટે દેખાડે છે અને ભારે વાદળોને પેદા કરે છે.[1]
(૧૩) અને વાદળોની ગર્જના તેની પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરે છે અને ફરિશ્તાઓ પણ તેના ડરથી. તે જે આકાશમાંથી વીજળી પાડે છે અને જેના પર ચાહે છે તેના પર પાડી દે છે, કાફિરો અલ્લાહના વિશે લડી ઝઘડી રહ્યા છે અને અલ્લાહ સખત તાકાતવાળો છે.
(૧૪) તેને જ પોકારવું સત્ય છે, જે લોકો બીજાઓને તેના સિવાય પોકારે છે તે તેમની કોઈ પોકારનો જવાબ નથી આપતા, જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના હાથ પાણી તરફ ફેલાવે અને ચાહે છે કે પાણી તેના મોઢામાં આવી જાય, જયારે કે તે પાણી તેના મોઢામાં પહોંચવાનું નથી,[1] તે કાફિરોની જેટલી પોકાર છે તે બધી ગુમરાહ છે.
(૧૫) અને અલ્લાહના માટે આકાશ અને ધરતીની તમામ વસ્તુઓ ખુશીથી અથવા નાખુશીથી સિજદો કરે છે અને તેના પડછાયા પણ સવારે અને સાંજે. {સિજદો-૨}
(૧૬) (તમે) પૂછો કે, “આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે ? ” કહી દો, “અલ્લાહ” કહી દો કે, “ શા માટે તમે પછી પણ તેના સિવાય બીજાઓને મદદગાર બનાવી રાખ્યા છે જેઓ પોતે પોતાની જાતનો પણ નફા-નુક્સાનનો અધિકાર ધરાવતા નથી ?” કહી દો, “શું આંધળો અને આંખવાળો સમાન હોઈ શકે છે ? ” અથવા “ શું અંધકાર અને પ્રકાશ સમાન હોઈ શકે છે ? ” [1] શું જેમને આ લોકો અલ્લાહના ભાગીદાર બનાવી રહ્યા છે તેમણે પણ અલ્લાહની જેમ કશું પેદા કર્યુ છે કે તેના કારણે તેમના જોવામાં સર્જનની બાબત શંકાસ્પદ થઈ ગઈ ? , કહી દો કે , “ ફક્ત અલ્લાહ જ દરેક વસ્તુઓને પેદા કરનાર છે, તે અદ્વિતીય છે અને જબરજસ્ત પ્રભાવશાળી છે.”
(૧૭) તેણે જ આકાશમાંથી પાણી વરસાવ્યુ પછી પોત પોતાની શક્તિ મુજબ નહેરો વહી નીકળી, પછી પાણીના વહેણે ઉપર ચઢીને ફિણને ઉઠાવી લીધુ, અને તે વસ્તુમાં પણ એવું જ ફિણ છે જેને આગમાં નાખી ઘરેણા અથવા સામાન માટે પીગળાવે છે, આ રીતે અલ્લાહ (તઆલા) સત્ય અને અસત્યને સ્પષ્ટ કરવાનું ઉદાહરણ આપે છે,[1] હવે ફિણ બેકાર થઈ જતું રહે છે પરંતુ જે લોકોને ફાયદો પહોંચાડનાર વસ્તુઓ છે તે ધરતીમાં રહી જાય છે, અલ્લાહ (તઆલા) આ રીતે ઉદાહરણ આપી વાત સમજાવે છે.
(૧૮) જે લોકોએ પોતાના રબનું આમંત્રણ સ્વીકાર્યું તેમના માટે ભલાઈ છે અને જેમણે તેનો અસ્વીકાર કર્યો તો તેમના માટે ધરતીમાં જે કંઈ છે તે બધું જ હોય, અને તેના સાથે એવું બીજુ પણ હોય, જો તે બધું જ પોતાના બદલામાં આપી દે, આ તે લોકો છે જેમના માટે બૂરો હિસાબ છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે જે ઘણી ખરાબ જગ્યા છે. (ع-૨)