(૫૩) (મારા તરફથી) કહી દો કે, “હે મારા બંદાઓ! જેમણે પોતાના ઉપર જુલમ કર્યો છે અલ્લાહની કૃપાથી નિરાશ ન થાઓ, બેશક અલ્લાહ (તઆલા) તમામ ગુનાહોને માફ કરી દે છે. હકીક્તમાં તે માફ કરનાર મોટો દયાળુ છે.[1]
(૫૪) અને તમે બધા પોતાના રબ તરફ ઝૂકી પડો અને તેનું આજ્ઞાપાલન (ફરમાબરદારી) કરતા જાઓ, એના પહેલા કે તમારા પાસે અઝાબ આવી જાય અને પછી તમારી મદદ કરવામાં ન આવે.
(૫૫) અને અનુસરણ કરો તે સૌથી શ્રેષ્ઠ પાસાનું જે તમારા રબ તરફથી તમારા પર ઉતારવામાં આવ્યું છે, એના પહેલા કે તમારા પર અચાનક અઝાબ આવી જાય અને તમને ખબર પણ ન પડે.
(૫૬) (એવું ન બને કે) કોઈ વ્યક્તિ કહે કે, “હાય અફસોસ! એ વાત પર કે મેં અલ્લાહ (તઆલા) પ્રત્યે બેદરકારી દાખવી, બલ્કે હું મજાક ઉડાવનારાઓમાં જ રહ્યો.”
(૫૭) અથવા કહે કે, “જો અલ્લાહ મને હિદાયત આપતો તો હું પણ પરહેઝગાર (સંયમી) લોકોમાંથી હોત.”
(૫૮) અથવા અઝાબોને જોઈને કહે, “કાશ! કોઈ રીતે મારૂં પાછા ફરવાનું થઈ જતું તો હું પણ નેક લોકોમાં સામેલ થઈ જાઉં.”
(૫૯) હાં, બેશક તારા પાસે મારી આયતો પહોંચી ચૂકી હતી, જેને તેં જૂઠાડી અને ઘમંડ (ગર્વ) કર્યો, અને તું હતો જ કાફિરોમાંથી.
(૬૦) અને જે લોકોએ અલ્લાહ (તઆલા) પર જુઠ ધડ્યું છે તો તમે જોશો કે કયામતના દિવસે તેમના મોઢાં કાળા થઈ ગયા હશે, શું ઘમંડ કરનારાઓનું ઠેકાણું જહન્નમમાં નથી ?[1]
(૬૧) અને જે લોકોએ સંયમ (તકવો) રાખ્યો, અલ્લાહ (તઆલા) તેમની સફળતાના કારણે બચાવી લેશે, તેમને કોઈ દુઃખ સ્પર્શી પણ નહિ શકે અને ન તેઓ કોઈ રીતે દિલગીર હશે.
(૬૨) અલ્લાહ તમામ વસ્તુઓને પેદા કરનાર છે અને તે દરેક વસ્તુ પર દેખરેખ રાખે છે.
(૬૩) આકાશો અને ધરતીના ખજાનાઓની ચાવીઓનો માલિક તે જ છે,[1] જે લોકોએ અલ્લાહની આયતોનો ઈન્કાર કર્યો તે જ લોકો નુકસાન ઉઠાવનારા છે. (ع-૬)