(૩૦) જે દિવસે અમે જહન્નમથી પૂછીશું કે શું તું ભરાઈ ગઈ ? તે જવાબ આપશે શું હજુ પણ વધારે છે ?
(૩૧) અને જન્નત સદાચારીઓ (પરહેઝગારો)ના માટે બિલ્કુલ નજીક લાવી દેવામાં આવશે, થોડી પણ દૂર નહીં હોય.
(૩૨) આ એ જ છે જેનો વાયદો તમારાથી કરવામાં આવ્યો હતો તે પ્રત્યેક વ્યક્તિ માટે જે ખૂબજ રુજૂ થનાર અને પાબંદી કરનાર હોય.[1]
(૩૩) જે કોઈ કૃપાળુ (રહમાન)થી તેને જોયા વિના જ ડરતો હોય અને રુજુ થનાર દિલ લઈને આવ્યો હોય.
(૩૪) તમે આ જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જાઓ. આ હંમેશા રહેવાનો દિવસ છે.
(૩૫) તેઓને ત્યાં જે ઈચ્છશે તે મળશે. (તે ઉપરાંત) અમારી પાસે એનાથી પણ વધારે છે.[1]
(૩૬) અને આમના પહેલા પણ અમે ઘણા જ સમૂદાયોને બરબાદ કરી ચૂક્યા છીએ કે જેઓ આમનાથી વધુ શક્તિશાળી હતા. તેઓ શહેરોમાં ફરતા જ રહી ગયા કે શું કોઈ નાસવાનું ઠેકાણું છે ?
(૩૭) આમાં એવા દરેક માણસ માટે નસીહત છે જેનું દિલ હોય અથવા કાન ધરતો હોય (વાત સાંભળવા) અને તે હાજર હોય.
(૩૮) બેશક અમે આકાશો અને ધરતી તથા બંને વચ્ચે જે કંઈ છે બધાને (ફક્ત) છ દિવસમાં બનાવ્યા અને અમને જરાય થાક લાગ્યો નથી.
(૩૯) માટે તમે તે વાતો પર સબ્ર કરો અને પોતાના માલિકની પ્રશંસા તસ્બીહ સાથે સૂર્યોદય પહેલા પણ અને સૂર્યાસ્ત પહેલા પણ કરો.
(૪૦) અને રાતના કોઈપણ સમયે પણ તસ્બીહ કરો અને નમાઝ પછી પણ.[1]
(૪૧) અને સાંભળી રાખો કે જે દિવસે એક પોકારવાવાળો[1] નજીકની જગ્યાએથી પોકારશે.[2]
(૪૨) જે દિવસે તેઓ સખત અવાજને યકીન સાથે સાંભળશે તે જ નીકળવાનો (કબરોમાંથી) દિવસ હશે.[1]
(૪૩) અમે જ જીવાડીએ છીએ અને અમેજ મૃત્યુ આપીએ છીએ અને અમારા તરફ જ પાછા ફરવાનું છે.
(૪૪) જે દિવસે ધરતી ફાટી જશે અને આ લોકો દોડતા દોડતા (નીકળી પડશે), ત્યારે સૌને ભેગા કરવું અમારા માટે ઘણું સહેલું છે.
(૪૫) અમે સારી રીતે જાણીએ છીએ કે જે કંઈ તેઓ કહે છે અને તમે તેમને બળજબરીથી મનાવનાર નથી. બસ, તમે કુરઆન વડે તેમને સમજાવતા રહો કે જેઓ મારી ચેતવણીથી ડરતા હોય.[1] (ع-૩)