Surah Al-Qasas

સૂરહ અલ-કસસ

રૂકૂઅ : ૪

આયત ૨૯ થી ૪૨

فَلَمَّا قَضٰى مُوْسَى الْاَجَلَ وَ سَارَ بِاَهْلِهٖۤ اٰنَسَ مِنْ جَانِبِ الطُّوْرِ نَارًا ۚ قَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِخَبَرٍ اَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُوْنَ (29)

(૨૯) જ્યારે (હજરત) મૂસા (અ.સ.) એ મુદત પૂરી કરી દીધી અને પોતાના પરિવારવાળાઓને લઈને નીકળ્યા તો "તૂર" નામના પર્વત તરફ આગ જોઈને પોતાની પત્નીને કહ્યું, “થોભો ! મેં આગ જોઈ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ માહિતી લઈ આવું અથવા આગનો અંગારો લાવું જેનાથી તમે તાપણી કરી લો.”


فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ مِنْ شَاطِئِ الْوَادِ الْاَیْمَنِ فِی الْبُقْعَةِ الْمُبٰرَكَةِ مِنَ الشَّجَرَةِ اَنْ یّٰمُوْسٰۤى اِنِّیْۤ اَنَا اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَۙ (30)

(૩૦) જ્યારે ત્યાં પહોંચ્યા તો તે મુબારક ધરતીના મેદાનના ડાબી બાજુના કિનારાના વૃક્ષમાંથી અવાજ આપવામાં આવી કે, “હે મૂસા ! બેશક હું જ અલ્લાહ છું સમગ્ર સૃષ્ટિનો રબ”


وَ اَنْ اَلْقِ عَصَاكَ ؕ فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰى مُدْبِرًا وَّ لَمْ یُعَقِّبْ ؕ یٰمُوْسٰۤى اَقْبِلْ وَ لَا تَخَفْ {قف} اِنَّكَ مِنَ الْاٰمِنِیْنَ (31)

(૩૧) અને એ (પણ અવાજ આપી) કે, પોતાની લાઠી નાખી દે, પછી જ્યારે તેણે જોયું કે તે સાપની જેમ સળવળી રહી છે, તો પીઠ ફેરવીને ભાગ્યો અને પાછું વળીને જોયું પણ નહિ, અમે કહ્યું કે, “હે મૂસા! આગળ આવ, ભયભીત ન થા, બેશક તું દરેક રીતે સલામત (સુરક્ષિત) છે.”


اُسْلُكْ یَدَكَ فِیْ جَیْبِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ {ز} وَّ اضْمُمْ اِلَیْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ فَذٰنِكَ بُرْهَانٰنِ مِنْ رَّبِّكَ اِلٰى فِرْعَوْنَ وَ مَلَاۡئِهٖ ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ (32)

(૩૨) પોતાના હાથને પોતાની બગલમાં નાખ તે કોઈ પ્રકારના દાગ વગર પૂરો સફેદ ચળકતો થયેલો નીકળશે, અને ડરથી બચવા માટે પોતાનો હાથ પોતાના તરફ દબાવી લે, બસ આ બંને ચમત્કારો તારા રબ તરફથી છે ફિરઔન અને તેના જૂથ તરફ, બેશક તેઓ બધા નાફરમાની કરવાવાળા નાફરમાન લોકો છે.


قَالَ رَبِّ اِنِّیْ قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِ (33)

(૩૩) (મૂસા અ.સ. એ) કહ્યું કે, “હે રબ! મેં તેમના એક માણસને મારી નાખ્યો છે, હવે મને ડર છે કે તેઓ મને પણ મારી નાખશે.


وَ اَخِیْ هٰرُوْنُ هُوَ اَفْصَحُ مِنِّیْ لِسَانًا فَاَرْسِلْهُ مَعِیَ رِدْاً یُّصَدِّقُنِیْۤ {ز} اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِ (34)

(૩૪) અને મારો ભાઈ હારૂન મારા કરતા વધારે સ્પષ્ટ બોલવાવાળો છે, તું તેને પણ મારો સહાયક બનાવી મારા સાથે મોકલ કે તે મારૂ સમર્થન કરે, મને તો ડર છે કે તેઓ બધા મને ખોટો ઠેરવી દેશે.”


قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِاَخِیْكَ وَ نَجْعَلُ لَكُمَا سُلْطٰنًا فَلَا یَصِلُوْنَ اِلَیْكُمَا ۛۚ بِاٰیٰتِنَاۤ ۛۚ اَنْتُمَا وَ مَنِ اتَّبَعَكُمَا الْغٰلِبُوْنَ (35)

(૩૫) (અલ્લાહે) ફરમાવ્યું કે, “અમે તારા ભાઈ વડે તારા હાથ મજબૂત કરીશુ અને તમને બંનેને પ્રભાવશાળી કરીશું તો ફિરઔનના લોકો તમારા સુધી પહોંચી નહિ શકે. અમારી નિશાનીઓના કારણે તમે બંને અને તમારા અનુયાયીઓ જ કામયાબ રહેશે.”


فَلَمَّا جَآءَهُمْ مُّوْسٰى بِاٰیٰتِنَا بَیِّنٰتٍ قَالُوْا مَا هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّفْتَرًى وَّ مَا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآئِنَا الْاَوَّلِیْنَ (36)

(૩૬) પછી જ્યારે તેમના પાસે મૂસા (અ.સ.) અમારા આપેલ સ્પષ્ટ ચમત્કારો લઈને પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા કે, “આ તો ફક્ત બનાવટી જાદૂ છે અને અમારા પહેલાનાઓના જમાનામાં કદી પણ આવું નથી સાંભળ્યું.”


وَ قَالَ مُوْسٰى رَبِّیْۤ اَعْلَمُ بِمَنْ جَآءَ بِالْهُدٰى مِنْ عِنْدِهٖ وَ مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ (37)

(૩૭) અને (હજરત) મૂસા કહેવા લાગ્યા, “મારો રબ તેને સારી રીતે જાણે છે જે તેના પાસેથી હિદાયત લઈને આવે છે, અને તેના માટે આખિરતનો અંજામ સારો હોય છે, બેશક જાલિમોનું ભલું નહિ થાય.”


وَ قَالَ فِرْعَوْنُ یٰۤاَیُّهَا الْمَلَاُ مَا عَلِمْتُ لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرِیْ ۚ فَاَوْقِدْ لِیْ یٰهَامٰنُ عَلَى الطِّیْنِ فَاجْعَلْ لِّیْ صَرْحًا لَّعَلِّیْۤ اَطَّلِعُ اِلٰۤى اِلٰهِ مُوْسٰى ۙ وَ اِنِّیْ لَاَظُنُّهٗ مِنَ الْكٰذِبِیْنَ (38)

(૩૮) અને ફિરઔને કહ્યું કે, “હે દરબારીઓ! હું તો મારા સિવાય કોઈને તમારો મા'બૂદ નથી જાણતો, સાંભળ હે હામાન! તું મારા માટે માટીને આગમાં પકવ, પછી મારા માટે એક મહેલ તૈયાર કર તો હું મૂસાના મા'બૂદ (દેવતા) ને ઝાંકી લઉ, હું તો આને જૂઠાઓમાંથી સમજી રહ્યો છું.”


وَ اسْتَكْبَرَ هُوَ وَ جُنُوْدُهٗ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَ ظَنُّوْۤا اَنَّهُمْ اِلَیْنَا لَا یُرْجَعُوْنَ (39)

(૩૯) તેણે અને તેની સેનાએ દેશમાં નાહક ઘમંડ કર્યો, અને સમજી લીધું કે અમારા તરફ પાછા ફેરવવામાં નહિ આવે.


فَاَخَذْنٰهُ وَ جُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِی الْیَمِّ ۚ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الظّٰلِمِیْنَ (40)

(૪૦) અંતે અમે તેને અને તેની સેનાને પકડી લીધા અને સમુદ્રમાં ડૂબાડી દીધા, હવે જોઈ લો કે તે જાલિમોનો અંજામ કેવો થયો ?


وَ جَعَلْنٰهُمْ اَئِمَّةً یَّدْعُوْنَ اِلَى النَّارِ ۚ وَ یَوْمَ الْقِیٰمَةِ لَا یُنْصَرُوْنَ (41)

(૪૧) અને અમે તેમને એવા આગેવાન બનાવી દીધા કે લોકોને જહન્નમ તરફ બોલાવે અને કયામતના દિવસે તેમની મદદ પણ કરવામાં નહિં આવે.


وَ اَتْبَعْنٰهُمْ فِیْ هٰذِهِ الدُّنْیَا لَعْنَةً ۚ وَ یَوْمَ الْقِیٰمَةِ هُمْ مِّنَ الْمَقْبُوْحِیْنَ ۧ (42)

(૪૧) અને અમે આ દુનિયામાં પણ તેમના પાછળ અમારી ફિટકાર લગાવી દીધી, અને કયામતના દિવસે પણ તેઓ બૂરી હાલતવાળા લોકોમાંથી હશે. (ع-)