Surah Al-Saba

સૂરહ સબા

રૂકૂ : ૧

આયત ૧ થી ૯

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ وَ لَهُ الْحَمْدُ فِی الْاٰخِرَةِ ؕ وَ هُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ (1)

(૧) તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેની માલિકીમાં તે બધું જ છે જે આકાશો અને ધરતીમાં છે અને આખિરતમાં પણ તેના માટે જ પ્રશંસા છે, તે ઘણો હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખવાવાળો છે.


یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَ مَا یَخْرُجُ مِنْهَا وَ مَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَ مَا یَعْرُجُ فِیْهَا ؕ وَ هُوَ الرَّحِیْمُ الْغَفُوْرُ (2)

(૨) જે કંઈ ધરતીમાં જાય અને જે કંઈ ધરતીમાંથી નીકળે, જે કંઈ આકાશમાંથી ઉતરે અને જે કંઈ તેમાં ચઢીને જાય છે, તે બધાથી બાખબર છે અને તે ઘણો દયાળુ અને માફ કરનાર છે.


وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَاْتِیْنَا السَّاعَةُ ؕ قُلْ بَلٰى وَ رَبِّیْ لَتَاْتِیَنَّكُمْ ۙ عٰلِمِ الْغَیْبِ ۚ لَا یَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الْاَرْضِ وَ لَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَ لَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ {ق ۙ } (3)

(૩) અને કાફિરો કહે છે કે અમારા પર કયામત સ્થાપિત (કાયમ) થશે નહિં, તમે કહી દો કે, “મને મારા રબના સોગંદ! જે ગૈબ (પરોક્ષ) નો જાણવાવાળો છે કે તે બેશક તમારા પર કાયમ થશે, અલ્લાહ (તઆલા)થી એક કણ જેટલી વસ્તુ પણ છૂપાયેલી નથી, ન આકાશોમાં અને ન ધરતીમાં, બલ્કે એનાથી પણ નાની અને મોટી તમામ વસ્તુ સ્પષ્ટ કિતાબમાં મોજૂદ છે.


لِّیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ اُولٰٓئِكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّ رِزْقٌ كَرِیْمٌ (4)

(૪) જેથી તે ઈમાનવાળાઓ અને નેક લોકોને સારો બદલો પ્રદાન કરે, આ જ લોકો છે જેમના માટે માફી અને સન્માનિત રોજી છે.


وَ الَّذِیْنَ سَعَوْ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِیْمٌ (5)

(૫) અને અમારી આયતોને નીચું દેખાડવામાં જેમણે કોશિશ કરી છે આ તે લોકો છે જેમના માટે સૌથી ખરાબ પ્રકારનો સખત અઝાબ છે.


وَ یَرَى الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ وَ یَهْدِیْۤ اِلٰى صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ (6)

(૬) અને જેમને ઈલ્મ છે તેઓ જોઈ લેશે કે જે કંઈ તમારા ઉપર તમારા રબ તરફથી અવતરિત થયું છે તે (સંપૂર્ણપણે) સત્ય છે, અને અલ્લાહ પ્રભુત્વશાળી અને પ્રશંસાપાત્ર માર્ગની હિદાયત કરે છે.


وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰى رَجُلٍ یُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ ۙ اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِیْدٍۚ (7)

(૭) અને કાફિરોએ કહ્યું કે, “આવો અમે તમને એક એવો માણસ બતાવીએ જે તમને એવી ખબરો પહોંચાડી રહ્યો છે કે જ્યારે તમે પૂરી રીતે કણ કણ થઈ જશો તો તમે નવેસરથી પેદા કરવામા આવશો.”


اَفْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَمْ بِهٖ جِنَّةٌ ؕ بَلِ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ فِی الْعَذَابِ وَ الضَّلٰلِ الْبَعِیْدِ (8)

(૮) (અમે નથી કહેતા) કે તેણે પોતે જ અલ્લાહ પર જૂઠ ઘડી લીધું છે અથવા તેને ઉન્માદ (ઝનૂન) થઈ ગયો છે, બલ્કે (હકીકત એ છે કે) આખિરત પર ઈમાન ન રાખનારા જ અઝાબમાં અને દૂરના ભટકાવમાં છે.اَفَلَمْ یَرَوْا اِلٰى مَا بَیْنَ اَیْدِیْهِمْ وَ مَا خَلْفَهُمْ مِّنَ السَّمَآءِ وَ الْاَرْضِ ؕ اِنْ نَّشَاْ نَخْسِفْ بِهِمُ الْاَرْضَ اَوْ نُسْقِطْ عَلَیْهِمْ كِسَفًا مِّنَ السَّمَآءِ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّكُلِّ عَبْدٍ مُّنِیْبٍ ۧ (9)

(૯) તો શું આ લોકો પોતાના આગળ-પાછળ આકાશ અને ધરતીને જોઈ નથી રહ્યા? જો અમે ઈચ્છીએ તો આમને ધરતીમાં ખૂંપાવી દઈએ અથવા આમના ઉપર આકાશમાંથી ટુકડા પાડી દઈએ, બેશક આમાં નિશાની છે તે દરેક મનુષ્ય માટે જે અલ્લાહ તરફ રજૂ થનાર હોય. (ع-)