(૧૮૧) બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશુ કે આગનો અઝાબ ચાખો.
(૧૮૩) તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ લાવ્યા જે તમે કહ્યું તો તમે તેઓને કેમ કતલ કર્યો? જો તમે સાચા છો.
(૧૮૫) દરેક જીવને મોતની મજા ચાખવાની જ છે અને કયામતના દિવસે તમને પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે, પરંતુ જે વ્યક્તિ આગથી હટાવી દેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, બેશક તે સફળ થઈ ગયો અને દુનિયાની જિંદગી ફક્ત ધોખાનો સામાન છે.
(૧૮૬) બેશક તમારા માલ તથા જાનમાં તમારી પરીક્ષા કરવામાં આવશે, અને જરૂર તમારે તે લોકોની જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મૂર્તિપૂજકોની ધણી દુઃખ આપવાવાળી વાતો સાંભળવી પડશે અને જો તમે સબ્ર કરો અને હુકમ માનો, તો જરૂર આ ઘણી હિમ્મતનું કામ છે.
(૧૮૭) અને જયારે અલ્લાહે કિતાબવાળાઓથી વચન લીધું કે તમે તેને બધા લોકો પાસે જરૂર વર્ણન કરશો અને તેને છુપાવશો નહિં, પછી પણ તે લોકોએ તે વચનને પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી ઓછી કિંમતમાં વેચી નાખ્યું, તેમનો આ વેપાર ઘણો ખરાબ છે.
(૧૮૮) તે લોકો જેઓ પોતાના કરતૂતોથી ખુશ છે અને ઈચ્છે છે કે જે તેઓએ નથી કર્યું તેના ૫૨ પણ તેમના વખાણ કરવામાં આવે, તમે તેમને સજાથી આઝાદ ન સમજો, તેમના માટે તો પીડાકારક સજા છે.