(૨૧) હકીકતમાં તમારા માટે રસૂલુલ્લાહમાં ઉત્તમ નમૂનો છે,[1] તે દરેક વ્યક્તિ માટે જે અલ્લાહ (તઆલા) અને કયામતના દિવસની ઉમ્મીદ રાખે છે અને અલ્લાહનો ખૂબ ઝિક્ર (સ્મરણ) કરે છે.[2]
(૨૨) અને જ્યારે ઈમાનવાળાઓએ (કાફિરોની) સેનાને જોઈ તો (અચાનક) બોલી ઉઠ્યા કે, “આનો જ વાયદો અમને અલ્લાહે અને તેના રસૂલે કર્યો હતો, અને અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ સાચા છે.” અને તે વસ્તુએ તેમના ઈમાનમાં અને આજ્ઞાપાલનમાં ખૂબ વધારો કરી દીધો.
(૨૩) ઈમાનવાળાઓમાં (એવા) લોકો પણ છે જેમણે જે વાયદો અલ્લાહ (તઆલા) સાથે કર્યો હતો તેને સાચો કરી દેખાડ્યો,[1] કેટલાકે તો પોતાનો વાયદો પૂરો કરી દીધો,[2] અને કેટલાક મોકાની રાહ જોઈ રહ્યા છે અને તેમણે કોઈ બદલાવ નથી કર્યો.
(૨૪) જેથી અલ્લાહ (તઆલા) સાચા લોકોને તેમની સચ્ચાઈનો બદલો આપી દે અને જો ચાહે તો મુનાફિકોને સજા કરે અથવા તેમની પણ તૌબા (ક્ષમા યાચના) કબૂલ કરી લે, અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને દયાળુ છે
(૨૫) અને અલ્લાહ (તઆલા) એ કાફિરોને ગુસ્સાથી ભરેલા (નિષ્ફળ) પાછા ફેરવી દીધા કે તેમની કોઈ તમન્ના પૂરી ન થઈ,[1] અને તે લડાઈમાં અલ્લાહ (તઆલા) પોતે ઈમાનવાળાઓ માટે પૂરતો થઈ ગયો, અલ્લાહ (તઆલા) શક્તિશાળી અને જબરજસ્ત છે.
(૨૬) અને જે કિતાબવાળાઓએ તેમના સાથે સાંઠ-ગાંઠ કરી લીધી હતી તેમને (પણ) અલ્લાહ (તઆલા)એ કિલ્લાઓમાંથી કાઢી મૂક્યા અને તેમના દિલોમાં ડર નાખી દીધો કે તમે તેમના એક જૂથને કતલ કરી રહ્યા છો અને એક જુથને કેદી બનાવી રહ્યા છો.
(૨૭) અને તેણે તમને તેમની ભૂમિના અને તેમના ઘરોના અને ધન-સંપત્તિના માલિક બનાવી દીધા,[1] અને તે ધરતીના પણ જેના ઉપર તમારા પગ પડ્યા જ નથી,[2] અલ્લાહ (તઆલા) બધું કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. (ع-૩)