(૮૩) પછી મૂસા પર તેમની કોમવાળાઓમાંથી થોડાક જ ઈમાન લાવ્યા, તે પણ ફિરઔન અને તેના સરદારોથી ડરતાં-ડરતાં કે ક્યાંક તેમને દુઃખ ન પહોંચાડે[1] અને હકીકતમાં ફિરઔન તે દેશમાં વર્ચસ્વ ધરાવતો હતો, અને એ પણ વાત હતી કે તે હદથી બહાર નીકળી ગયો હતો.
(૮૪) અને મૂસાએ કહ્યું, “હે મારી કોમના લોકો! જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવો છો તો તેના ઉપર ભરોસો કરો, જો તમે મુસલમાન (આજ્ઞાપાલક) છો.
(૮૫) તો તેમણે કહ્યું કે, “અમે અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો, હે અમારા રબ! અમને આ જાલિમ કોમના માટે ફિતનો ન બનાવ.
(૮૬) અને અમને પોતાની કૃપાથી આ કાફિર લોકોથી મુક્તિ આપ."[1]
(૮૭) અને અમે મૂસા અને તેના ભાઈના તરફ વહી મોકલી કે તમે બંને પોતાના લોકો માટે મિસ્રમાં ઘર બનાવો અને તમે બધા તે ઘરોને નમાઝ પઢવાની જગ્યા નક્કી કરી લો, અને પાબંદીના સાથે નમાઝ પઢો અને તમે ઈમાનવાળાઓને ખુશખબર આપી દો.
(૮૮) અને મૂસાએ દુઆ કરી, “હે મારા રબ! તેં ફિરઔન અને તેના સરદારોને વૈભવ અને દરેક પ્રકારની ધન-દોલત દુનિયાની જિંદગીમાં આપ્યો છે. હે અમારા રબ ! (એટલા માટે આપ્યો છે) કે તે તારા માર્ગથી લોકોને ભટકાવે ? હે અમારા રબ ! તેની ધન-દોલતને બરબાદ કરી દે અને તેમના દિલોને કઠોર કરી દે[1] જેથી તેઓ ઈમાન ન લાવે ત્યાં સુધી કે પીડાકારી સજા જોઈન લે.”
(૮૯) (અલ્લાહે) ફરમાવ્યું કે, “તમારા બંનેની દુઆ કબૂલ કરવામાં આવી, તમે સીધા માર્ગ પર રહો, અને તે લોકોના માર્ગ પર ન ચાલશો જેઓ નાદાન છે.”
(૯૦) અને અમે ઈસરાઈલની સંતાનને સમુદ્ર પાર કરાવી દીધો, પછી તેમના પાછળ-પાછળ ફિરઔન પોતાની સેના સાથે જુલમ અને અતિરેકના આશયથી ચાલ્યો, ત્યાં સુધી કે જ્યારે ડૂબવા લાગ્યો[1] તો કેહવા લાગ્યો કે, “હું ઈમાન લાવુ છુ કે જેના ઉપર ઈસરાઈલની સંતાન ઈમાન લાવી છે, કોઈ તેના સિવાય બંદગીને લાયક નથી અને હું મુસલમાનો માંથી છું.”
(૯૧) (જવાબ આપવામાં આવ્યો) “હવે ઈમાન લાવે છે ? અને પહેલા નાફરમાની કરતો રહ્યો અને ફસાદિયોમાં સામેલ હતો.
(૯૨) તો આજે અમે તારા શબને છોડી દઈશું જેથી તું તે લોકો માટે બોધપાઠની નિશાની બની જાય જેઓ તારા પછી છે[1] અને બેશક વધારે પડતા લોકો અમારી નિશાનીઓથી ગાફેલ છે.” (ع-૯)