(૧૪) શું તમે તે લોકોને નથી જોયા જેમણે તે કોમ સાથે દોસ્તી કરી જેનાથી અલ્લાહ (તઆલા) નારાજ થઈ ગયેલ છે, ન આ લોકો (ભ્રષ્ટાચારી) તમારા છે ન તેમના છે અને જાણતા હોવા છતાં પણ જૂઠ પર સોગંદો ખાઈ રહ્યા છે.
(૧૫) અલ્લાહ (તઆલા) એ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, બેશક જે કંઈ તેઓ કરી રહ્યા છે ખરાબ કરી રહ્યા છે.
(૧૬) આ લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે,[1] અને લોકોને અલ્લાહના માર્ગથી રોકે છે તો એમના માટે અપમાનજનક અઝાબ છે.
(૧૭) તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહના સામે કશું જ કામ નહીં લાગે, આ તો જહન્નમમાં જનારાઓ છે જેમાં તેઓ હંમેશા રહેશે.
(૧૮) જે દિવસે અલ્લાહ (તઆલા) તે બધાને ઉઠાડીને ઊભા કરશે તો તેઓ જે રીતે તમારા સામે સોગંદ ખાય છે અલ્લાહ (તઆલા)ના સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજે છે કે તેઓ પણ કોઈ દલીલ ઉપર છે, વિશ્વાસ કરો કે બેશક તેઓ જ જુઠા છે.
(૧૯) તેમના ઉપર શેતાને પ્રભાવ મેળવી લીધો છે[1] અને તેમને અલ્લાહની યાદથી ભૂલાવી દીધા છે, આ શેતાનનું લશ્કર છે, સાવધાન! શેતાનનું લશ્કર જ નુક્સાન ઉઠાવનાર છે.
(૨૦) બેશક અલ્લાહ (તઆલા) અને તેના રસૂલનો જે લોકો વિરોધ કરે છે[1] એ જ લોકો સૌથી વધુ અપમાનિતોમાંથી છે.
(૨૧) અલ્લાહ (તઆલા) લખી ચૂક્યો છે કે બેશક હું અને મારા રસૂલ વિજયી રહીશું, બેશક અલ્લાહ (તઆલા) તાકાતવર અને પ્રભુત્વશાળી છે.
(૨૨) અલ્લાહ (તઆલા) અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળાઓને તમે અલ્લાહ તથા રસૂલના વિરોધીઓથી મોહબ્બત કરતા ક્યારેય પણ નહીં જુઓ,[1] પછી તે તેમના પિતા કે તેમના પુત્ર કે તેમના ભાઈ કે તેમના રિશ્તેદારો જ કેમ ન હોય ?[2] આ જ લોકો છે જેમના દિલોમાં અલ્લાહે ઈમાન અંકિત કરી દીધું છે અને જેનું સમર્થન પોતાની આત્માથી કર્યું છે અને તે તેમને એવી જન્નતોમાં પ્રવેશ આપશે, જેના નીચે (ઠંડા) પાણીની નહેરો વહેતી હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી રાજી થયો અને તેઓ અલ્લાહથી રાજી થયાં,[3] આ અલ્લાહનું લશ્કર છે, સાવધાન! બેશક અલ્લાહના લશ્કરવાળા જ કામયાબ લોકો છે. (ع-૩)