અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંધ છે તારાના જયારે તે ખરી પડે.[1]
(૨) કે તમારા સાથી માર્ગ ભૂલ્યા નથી, ન તે અવળા માર્ગ પર છે.
(૩) અને ન તે પોતાની મરજીથી કોઈ વાત કહે છે.
(૪) તે તો ફક્ત વહી (આકાશવાણી) છે જે ઉતારવામાં આવે છે.
(૫) તેમને ખૂબ શક્તિશાળી ફરિશ્તાએ શીખવ્યું છે.
(૬) જે તાકતવર છે[1] ફરી તે સીધો ઊભો થઈ ગયો.
(૭) અને તે ઉચ્ચ આકાશના કિનારા (ક્ષિતીજ) પર હતો.
(૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.
(૯) તો તે બે કમાનો જેટલા અંતરે રહી ગયો, બલ્કે તેનાથી પણ ખૂબ જ ઓછુ.[1]
(૧૦) તો તેણે અલ્લાહના બંદાને સંદેશ પહોંચાડ્યો જે પણ પહોંચાડ્યો.
(૧૧) દિલે જૂઠ નથી કહ્યું જેણે (રસુલે) જોયા.
(૧૨) શું તમે ઝઘડો કરો છો તેના પર જેને (પયગંબર) જુએ છે ?
(૧૩) તેને તો વધુ એક વખત પણ જોયો હતો.
(૧૪) સિદ્રતુલ મુન્તહા પાસે.[1]
(૧૫) તેના નજીક જન્નતુલ માવા છે.[1]
(૧૬) જ્યારે કે સિદરહને છૂપાવી લેતી હતી તે વસ્તુ જે તેના પર છવાઈ રહી હતી.
(૧૭) ન તો નજર બહેકી, ન તો હદથી આગળ વધી.
(૧૮) બેશક તેમણે પોતાના રબની મોટી-મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ નિહાળી.
(૧૯) શું તમે 'લાત' અને 'ઉઝ્ઝા' ને જોયા ?
(૨૦) અને ત્રીજા છેલ્લા 'મનાત' ને ?[1]
(૨૧) શું તમારા માટે દીકરાઓ અને તેના (અલ્લાહના) માટે દીકરીઓ છે ?
(૨૨) આ તો હવે ખૂબજ અન્યાયી વહેંચણી છે.
(૨૩) હકીકતમાં તો આ ફક્ત નામ છે જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે અલ્લાહે તેની કોઈ દલીલ નથી ઉતારી, આ લોકો ફક્ત અનુમાન અને પોતાની મનેચ્છાઓ પાછળ જ પડેલા છે અને બેશક તેમના રબ તરફથી તેમના પાસે માર્ગદર્શન આવી ચૂક્યું છે.
(૨૪) શું દરેક માનવી જે ચાહે છે તે તેને મળે છે ?
(૨૫) અલ્લાહના માટે જ છે આ દુનિયા અને તે આખિરત (પરલોક). (ع-૧)