Surah Yunus
સૂરહ યૂનુસ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૦
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
الٓرٰ قف تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْحَكِیْمِ (1)
(૧) અલિફ. લામ.રા., આ હિકમતથી ભરેલી કિતાબની આયતો છે.
اَكَانَ لِلنَّاسِ عَجَبًا اَنْ اَوْحَیْنَاۤ اِلٰى رَجُلٍ مِّنْهُمْ اَنْ اَنْذِرِ النَّاسَ وَ بَشِّرِ الَّذِیْنَ اٰمَنُوْۤا اَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْ ؔؕ قَالَ الْكٰفِرُوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ مُّبِیْنٌ (2)
(૨) શું તે લોકોને એ વાતનું આશ્ચર્ય થયું કે અમે તેમનામાંથી એક મનુષ્ય ઉપર વહી મોકલી કે તમામ લોકોને ડરાવે અને જેઓ ઈમાન લઈ આવે તેમને ખુશખબર સંભળાવી દે કે તેમના રબ પાસે તેમને પૂરો બદલો અને ઈજ્જ્ત મળશે, કાફિરોએ કહ્યું કે, “બેશક આ માણસ સ્પષ્ટ જાદૂગર છે.”
اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ یُدَبِّرُ الْاَمْرَ ؕ مَا مِنْ شَفِیْعٍ اِلَّا مِنْۢ بَعْدِ اِذْنِهٖ ؕ ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ اَفَلَا تَذَكَّرُوْنَ (3)
(૩) બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે છ દિવસોમાં આકાશો અને ધરતીને પેદા કર્યા, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દરેક કામોનું સંચાલન કરે છે, તેની પરવાનગી વગર તેના પાસે કોઈ ભલામણ કરવાવાળો નથી, એવો અલ્લાહ તમારો રબ છે તો તમે તેની બંદગી કરો, શું તમે પછી પણ શિખામણ પ્રાપ્ત નથી કરતા?
اِلَیْهِ مَرْجِعُكُمْ جَمِیْعًا ؕ وَعْدَ اللّٰهِ حَقًّا ؕ اِنَّهٗ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ لِیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ بِالْقِسْطِ ؕ وَ الَّذِیْنَ كَفَرُوْا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِیْمٍ وَّ عَذَابٌ اَلِیْمٌۢ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ (4)
(૪) તમારા બધાએ અલ્લાહ પાસે જવાનું છે, અલ્લાહે પાકો વાયદો કરી રાખ્યો છે, બેશક તે જ પ્રથમવાર પેદા કરે છે, પછી તે જ બીજીવાર પેદા કરશે, જેથી એવા લોકોને કે જેઓ ઈમાન લાવ્યા અને જેમણે નેકીના કામો કર્યા, ન્યાયપૂર્વક બદલો આપે, અને જે લોકોએ કુફ્ર કર્યું તેમને ઊકળતુ પાણી પીવા માટે મળશે અને પીડાકારી સજા હશે તેમના કુફ્રના કારણે.
هُوَ الَّذِیْ جَعَلَ الشَّمْسَ ضِیَآءً وَّ الْقَمَرَ نُوْرًا وَّ قَدَّرَهٗ مَنَازِلَ لِتَعْلَمُوْا عَدَدَ السِّنِیْنَ وَ الْحِسَابَ ؕ مَا خَلَقَ اللّٰهُ ذٰلِكَ اِلَّا بِالْحَقِّ ۚ یُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ (5)
(૫) તે (અલ્લાહ) જ છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને ચમકતો બનાવ્યો, અને તેના માટે વધ-ઘટની મંજિલો નિર્ધારિત કરી લીધી જેથી તમે વર્ષોનો હિસાબ કરી શકો અને હિસાબને જાણી લો, અલ્લાહ તઆલાએ આ તમામ વસ્તુઓ બેકાર પેદા નથી કરી, તે પોતાની નિશાનીઓ તેમને સ્પષ્ટ બતાવી રહ્યો છે જેઓ જ્ઞાન ધરાવે છે.
اِنَّ فِی اخْتِلَافِ الَّیْلِ وَ النَّهَارِ وَ مَا خَلَقَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَّقُوْنَ (6)
(૬) બેશક રાત-દિવસના એકબીજાના પછી આવવામાં અને અલ્લાહ તઆલાએ આકાશ અને ધરતીમાં જે કંઈ પેદા કરી રાખ્યું છે, તે બધામાં તે લોકો માટે નિશાનીઓ છે જેઓ અલ્લાહનો ડર રાખે છે.
اِنَّ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا وَ رَضُوْا بِالْحَیٰوةِ الدُّنْیَا وَ اطْمَاَنُّوْا بِهَا وَ الَّذِیْنَ هُمْ عَنْ اٰیٰتِنَا غٰفِلُوْنَۙ (7)
(૭) જે લોકોને અમારા પાસે આવવાનું યકીન નથી, અને દુનિયાની જિંદગી પર રાજી થઈ ગયા છે અને તેમાં જીવ લગાવીને બેઠા છે અને જે લોકો અમારી આયતોથી ગાફેલ છે.
اُولٰٓئِكَ مَاْوٰىهُمُ النَّارُ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ (8)
(૮) આવા લોકોનું ઠેકાણું તેમના કૃત્યોના કારણે જહન્નમ છે.
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ یَهْدِیْهِمْ رَبُّهُمْ بِاِیْمَانِهِمْ ۚ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ فِیْ جَنّٰتِ النَّعِیْمِ (9)
(૯) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, તેમનો રબ તેમના ઈમાનવાળા હોવાના કારણે (તેમના ધ્યેય સુધી) પહોંચાડી દેશે, ને'મતોથી ભરપુર જન્નતોમાં જેની નીચે નહેરો વહેતી હશે.
دَعْوٰىهُمْ فِیْهَا سُبْحٰنَكَ اللّٰهُمَّ وَ تَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ ۚ وَ اٰخِرُ دَعْوٰىهُمْ اَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۧ (10)
(૧૦) ત્યાં તેમના મોઢાથી આ વાત નીકળશે “સુબ્હાનલ્લાહ'' અને તેમની પરસપર સલામ (અભિવાદન) આ હશે 'અસ્સલામુ અલૈકુમ' અને તેમની અંતિમ વાત એ હશે કે, “તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે.”(ع-૧)