(૮) હે ઈમાનવાળાઓ! તમે અલ્લાહના સમક્ષ વિશુદ્ધ તૌબા કરો,[1] શક્ય છે કે તમારો રબ તમારા ગુનાહો દૂર કરી દે, અને તમને એવી જન્નતમાં પ્રવેશ આપશે કે જેના નીચે નહેરો વહેતી હશે, જે દિવસે અલ્લાહ (તઆલા) નબીને અને ઈમાનવાળાઓ કે જેઓ તેમના સાથી હોય અપમાનિત નહીં કરે, તેમનો પ્રકાશ (નૂર) તેમના આગળ અને તેમની જમણી બાજુ દોડતો હશે, તેઓ દુઆઓ કરતા હશે કે હે અમારા રબ! અમને પૂરેપૂરો પ્રકાશ (નૂર) પ્રદાન કર[2] અને અમને માફ કરી દે, બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
(૯) હે નબી! કાફિરો અને મુનાફિકો સાથે જિહાદ કરો, અને તેમના ઉપર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે ઘણી ખરાબ જગ્યા છે.
(૧૦) અલ્લાહ (તઆલા) એ કાફિરો માટે નૂહની અને લૂતની પત્નીઓના દાખલા આપ્યા છે, આ બંને અમારા બંદાઓમાંથી બે નેક બંદાઓના પરિવારમાં હતી, પરંતુ તેમણે તેમના સાથે વિશ્વાસઘાત કર્યો,[1] તો તે બન્ને બંદાઓ તેમનાથી અલ્લાહના (કોઈ અઝાબને) ન રોકી શક્યા[2] અને હુકમ આપવામાં આવ્યો કે (સ્ત્રીઓ) જહન્નમમાં જવાવાળીઓની સાથે તમે બન્ને પણ જતી રહો.[3]
(૧૧) અને અલ્લાહ (તઆલા) એ ઈમાનવાળાઓ માટે ફિરઔનની પત્નીનો દાખલો આપ્યો કે, જ્યારે તેણે દુઆ કરી, “હે મારા રબ! મારા માટે પોતાને ત્યાં જન્નતમાં ઘર બનાવ અને મને ફિરઔનથી અને તેના કરતૂતોથી બચાવ અને મને જાલિમોથી મુક્તિ (છૂટકારો) અપાવી દે.”
(૧૨) અને (દાખલો આપ્યો) ઈમરાનની પુત્રી મરયમનો,[1] જેણે પોતાના શિયળ (આબરૂ)ની રક્ષા કરી, પછી અમે પોતાના તરફથી તેમાં પ્રાણ (રૂહ) ફૂંકી દીધા અને મરયમે પોતાના રબની વાતો[2] તથા તેની કિતાબોને સાચી માની અને તે બંદગી કરનારીઓમાંથી હતી.[3] (ع-૨)