Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૬૮) હે લોકો! ધરતીમાં જેટલી પણ હલાલ (વૈદ્ય) અને પવિત્ર વસ્તુઓ છે, તેને ખાઓ-પીઓ અને શયતાનના રસ્તા પર ન ચાલો,[69] તે તમારો ખુલ્લો દુશ્મન છે.
(૧૬૯) તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનું તમને ઈલ્મ નથી.
(૧૭૦) અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય.[70]
(૧૭૧) અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજને જ સાંભળે છે (સમજતા નથી) તેઓ બહેરા, મૂંગા અને આંધળા છે, તેમને અકલ નથી.[71]
(૧૭૨) અય ઈમાનવાળાઓ! જે (પવિત્ર) વસ્તુ અમે તમને આપી છે, તેને ખાઓ-પીઓ અને અલ્લાહ (તઆલા)ના આભારી રહો, જો તમે ફક્ત તેની જ બંદગી કરતા હોવ. [72]
(૧૭૩) તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વરનું માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ સિવાય બીજાઓના નામ પોકારવામાં આવે હરામ છે, પરંતુ જેઓ મજબૂર થઈ જાય અને તેઓ સીમાનું ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.
(૧૭૪) બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબને છુપાવે છે, અને તેને થોડી-થોડી કિંમતો પર વેચે છે, યકીન કરો તેઓ પોતાના પેટમાં આગ ભરે છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેમનાથી વાત પણ નહિં કરે, ન તેમને પવિત્ર કરશે, તેમના માટે સખત અઝાબ છે.
(૧૭૫) આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીઘી લીધો છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે ?
(૧૭૬) આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું)માં છે.