Surah An-Nazi'at
સૂરહ અન્-નાઝિઆત
રૂકૂઅ : ૨
આયત ૨૭ થી ૪૬
ءَاَنْتُمْ اَشَدُّ خَلْقًا اَمِ السَّمَآءُ ؕ بَنٰىهَا {وقفة} (27)
(૨૭) શું તમારું પેદા કરવું કઠિન છે કે આકાશનું ? અલ્લાહ (તઆલા) એ તેને બનાવ્યું.
رَفَعَ سَمْكَهَا فَسَوّٰىهَا ۙ (28)
(૨૮) તેની ઊંચાઈ વધારી પછી તેને વ્યવસ્થિત કરી દીધું.
وَ اَغْطَشَ لَیْلَهَا وَ اَخْرَجَ ضُحٰىهَا {ص}(29)
(૨૯) અને તેની રાતને અંધકારમય બનાવી અને તેના દિવસને પ્રકાશમય બનાવ્યો.
وَ الْاَرْضَ بَعْدَ ذٰلِكَ دَحٰىهَا ؕ (30)
(૩૦) અને તેના પછી ધરતીને (બરાબર) પાથરી દીધી.
اَخْرَجَ مِنْهَا مَآءَهَا وَ مَرْعٰىهَا {ص} (31)
(૩૧) તેમાંથી પાણી અને ઘાસચારો કાઢયા.
وَ الْجِبَالَ اَرْسٰىهَا ۙ (32)
(૩૨) અને પર્વતોને મજબૂત રીતે ખોસી દીધા.
مَتَاعًا لَّكُمْ وَ لِاَنْعَامِكُمْ ؕ (33)
(૩૩) આ બધુ તમારા અને તમારા જાનવરોના ફાયદા માટે જ છે.
فَاِذَا جَآءَتِ الطَّآمَّةُ الْكُبْرٰى { ۖ ز} (34)
(૩૪) તો જ્યારે તે મહા મુસીબત (કયામત) આવી જશે.
یَوْمَ یَتَذَكَّرُ الْاِنْسَانُ مَا سَعٰى ۙ (35)
(૩૫) જે દિવસે મનુષ્ય પોતાના કરેલા કર્મોને યાદ કરશે.
وَ بُرِّزَتِ الْجَحِیْمُ لِمَنْ یَّرٰى (36)
(૩૬) અને (દરેક) જોનારના સામે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
فَاَمَّا مَنْ طَغٰى ۙ (37)
(૩૭) તો જે માણસે વિદ્રોહ અપનાવ્યો હશે.
وَ اٰثَرَ الْحَیٰوةَ الدُّنْیَا ۙ (38)
(૩૮) અને દુનિયાના જીવનને પ્રાથમિક્તા આપી હશે.
فَاِنَّ الْجَحِیْمَ هِیَ الْمَاْوٰى ؕ (39)
(૩૯) તો (તેનું) ઠેકાણું જહન્નમ હશે.
وَ اَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهٖ وَ نَهَى النَّفْسَ عَنِ الْهَوٰى ۙ (40)
(૪૦) પરંતુ જે માણસ પોતાના રબના સમક્ષ ઊભો રહેવાથી ડરતો રહ્યો હશે અને પોતાના મનને ઈચ્છાઓથી રોક્યું હશે.
فَاِنَّ الْجَنَّةَ هِیَ الْمَاْوٰى ؕ (41)
(૪૧) તો તેનું ઠેકાણું જન્નત જ હશે.
یَسْئَلُوْنَكَ عَنِ السَّاعَةِ اَیَّانَ مُرْسٰىهَا ؕ (42)
(૪૨) લોકો તમને કયામત કાયમ (સ્થાપિત) થવાનો સમય પૂછે છે.
فِیْمَ اَنْتَ مِنْ ذِكْرٰىهَا ؕ (43)
(૪૩) તમને તેના વિશે વર્ણન કરવાથી શું સંબંધ ?
اِلٰى رَبِّكَ مُنْتَهٰىهَا ؕ (44)
(૪૪) તેનો (જ્ઞાનનો) અંત તો તમારા રબ તરફ જ છે.
اِنَّمَاۤ اَنْتَ مُنْذِرُ مَنْ یَّخْشٰىهَا ؕ (45)
(૪૫) તમે તો ફક્ત તેનાથી ડરનારાઓને સાવધાન (આગાહ) કરવાવાળા છો.
كَاَنَّهُمْ یَوْمَ یَرَوْنَهَا لَمْ یَلْبَثُوْۤا اِلَّا عَشِیَّةً اَوْ ضُحٰىهَا ۧ (46)
(૪૬) જે દિવસે તેઓ તેને જોઈ લેશે તો એવો અહેસાસ થશે કે માત્ર દિવસનો છેલ્લો ભાગ (સાંજ) અથવા પહેલો ભાગ (સવાર) જ (દુનિયામાં) રહ્યા છે. (ع-૨)