Surah Al-Fath

સૂરહ અલ-ફત્હ

રૂકૂ : ૪

આયત ૨૭ થી ૨૯

لَقَدْ صَدَقَ اللّٰهُ رَسُوْلَهُ الرُّءْیَا بِالْحَقِّ ۚ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ اِنْ شَآءَ اللّٰهُ اٰمِنِیْنَ ۙ مُحَلِّقِیْنَ رُءُوْسَكُمْ وَ مُقَصِّرِیْنَ ۙ لَا تَخَافُوْنَ ؕ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوْا فَجَعَلَ مِنْ دُوْنِ ذٰلِكَ فَتْحًا قَرِیْبًا (27)

(૨૭) હકીકતમાં અલ્લાહે પોતાના રસૂલને સ્વપ્ન સાચુ કરી દેખાડ્યું કે જો અલ્લાહે ચાહ્યું તો તમે જરૂર સંપૂર્ણ શાંતિ અને સલામતિ સાથે મસ્જીદે હરામમાં દાખલ થશો, માથા મુંડાવશો અને માથાના વાળ કપાવશો, (શાંતિ સાથે) નિર્ભય થઈને, તે (અલ્લાહ) તે વાતોને જાણે છે જેને તમે નથી જાણતા, તો તેણે તેના પહેલા એક નજીકનો વિજય પ્રદાન કર્યો.


هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَ دِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَى الدِّیْنِ كُلِّهٖ ؕ وَ كَفٰى بِاللّٰهِ شَهِیْدًا ؕ (28)

(૨૮) તે જ છે જેણે પોતાના રસૂલને હિદાયત અને સાચા ધર્મ સાથે મોકલ્યા, જેથી તેને દરેક ધર્મો પર પ્રભાવી કરે અને અલ્લાહ (તઆલા) પૂરતો છે ગવાહી આપવાવાળો.


مُحَمَّدٌ رَّسُوْلُ اللّٰهِ ؕ وَ الَّذِیْنَ مَعَهٗۤ اَشِدَّآءُ عَلَى الْكُفَّارِ رُحَمَآءُ بَیْنَهُمْ تَرٰىهُمْ رُكَّعًا سُجَّدًا یَّبْتَغُوْنَ فَضْلًا مِّنَ اللّٰهِ وَ رِضْوَانًا {ز} سِیْمَاهُمْ فِیْ وُجُوْهِهِمْ مِّنْ اَثَرِ السُّجُوْدِ ؕ ذٰلِكَ مَثَلُهُمْ فِی التَّوْرٰىةِ { ۚ ۖ ۛ} وَ مَثَلُهُمْ فِی الْاِنْجِیْلِ { ۚقفۛ } كَزَرْعٍ اَخْرَجَ شَطْئَهٗ فَاٰزَرَهٗ فَاسْتَغْلَظَ فَاسْتَوٰى عَلٰى سُوْقِهٖ یُعْجِبُ الزُّرَّاعَ لِیَغِیْظَ بِهِمُ الْكُفَّارَ ؕ وَعَدَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ مِنْهُمْ مَّغْفِرَةً وَّ اَجْرًا عَظِیْمًا ۧ (29)

(૨૯) મુહમ્મદ () અલ્લાહના રસૂલ છે અને જે લોકો તેમના સાથે છે તેઓ કાફિરો પર સખત અને પરસ્પર નરમ છે. તમે તેમને જોશો કે રુકુઅ અને સિજદો કરી રહ્યા હશે, અલ્લાહ (તઆલા)ની કૃપા અને પ્રસન્નતાની તમન્નામાં. તેના નિશાન તેમના ચેહરા પર સિજદાના કારણે છે. તેમનો આ ગુણ તૌરાતમાં છે, અને તેમનું ઉદાહરણ ઈન્જિલમાં છે તે ખેતીની જેમ જેણે પોતાની કુંપળો કાઢી, પછી તેને મજબૂત કરી અને તે મોટી થઈ ગઈ પછી પોતાના થડ પર સીધી ઊભી થઈ ગઈ અને ખેડૂતને ખુશ કરવા લાગી, જેથી કાફિરો તેના કારણે બળે, અને ઈમાનવાળાઓ અને નેક લોકોથી અલ્લાહે માફીનો અને ખૂબ મોટા બદલાનો વાયદો કર્યો છે. (ع-)