(૫૪) બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા અને પછી અર્શ પર બિરાજમાન થઈ ગયો, [1] તે રાત્રિને દિવસથી એવી રીતે છૂપાવી દે છે કે તે તરત જ તેની પાછળ લાગ્યો આવે છે,[2] અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓને પેદા કર્યા કે તે તેના આધીન છે. સાંભળી લો તેની જ સૃષ્ટિ છે અને તેનો જ હુકમ છે સમગ્ર સૃષ્ટિનો રબ ઘણો જ બરકતવાળો છે.
(૫૫) પોતાના રબને કરગરીને અને ધીમેથી પણ પોકારો, તે હદથી વધી જનારાઓને મોહબ્બત નથી કરતો.
(૫૬) અને ધરતીમાં સુધાર પછી બગાડ પેદા ન કરો, અને ડર તથા ઉમ્મીદ સાથે તેની બંદગી કરો, બેશક અલ્લાહની કૃપા નેક લોકોની નજીક છે.[1]
(૫૭) અને તે જ અલ્લાહ છે જે પોતાની કૃપાથી આગળ ખુશખબર માટે હવાઓને મોકલે છે, ત્યાં સુધી કે જયારે તે ભારે વાદળો ઉઠાવીને લાવે છે તો અમે તેને કોઈ સૂકી ધરતી તરફ હાંકી દઈએ છીએ, પછી તેનાથી પાણીનો વરસાદ કરીએ છીએ પછી તેનાથી જાતજાતના ફળો નીકાળીએ છીએ. અમે આવી રીતે મડદાઓને કાઢીશું. જેથી તમે બોધ ગ્રહણ કરો.[1]
(૫૮) અને સારી ધરતી પોતાના રબના હુકમથી પોતાના છોડવા ઉપજાવે છે અને ખરાબ (ધરતી) ઘણો ઓછો ઉપજ લાવે છે. આ રીતે અમે નિશાનીઓને ઘણી રીતે રજૂ કરીએ છીએ, તે લોકો માટે જેઓ આભાર માને છે. (ع-૭)