Surah An-Nur
સૂરહ સૂર અન્-નૂર
આયત : ૬૪ | રૂકૂઅ : ૯
સૂરહ અન્-નૂર (૨૪)
પ્રકાશ
સૂરહ અન્- નૂર મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચોસઠ (૬૪) આયતો અને નવ (૯) રૂકૂઅ છે.
સૂરહ નૂર, સૂરહ અહઝાબ અને સૂરહ નિસા આ ત્રણે સૂરહ એવી છે જેમાં સ્ત્રીઓની વિશેષ સમસ્યાઓ અને સામાજિક જીવન વિશે અગત્યની
અને મહત્વપૂર્ણ જાણકારીઓનું વર્ણન છે. કુરઆને કરીમની બધીજ સૂરહ અલ્લાહ તરફથી ઉતારેલી છે પરંતુ
આ સૂરહ ના વિશે જે કહેવામાં આવ્યું છે તેનો હેતુ આ સૂરહ માં વર્ણન કરેલ આદેશોની અગત્યતાને ઉજાગર કરવાનો છે.