(૮૩) શું તમે નથી જોયું કે અમે કાફિરોના પાસે શેતાનોને મોકલીએ છીએ, જે તેમને વધુ ને વધુ ઉશ્કેરે છે.
(૮૪) અને તેમના વિશે જલ્દી ન કરો, અમે પોતે તેમના સમયની ગણતરી કરી રહ્યા છીએ.
(૮૫) જે દિવસે અમે પરહેઝગારોને રહમાનના મહેમાન બનાવી ભેગા કરીશું.
(૮૬) અને ગુનેહગારોને (સખત તરસની હાલતમાં) જહન્નમના તરફ ઢાંકીને લઈ જઈશું.
(૮૭) કોઈને ભલામણનો અધિકાર ન હશે સિવાય તેમના કે જેમણે અલ્લાહ તઆલાના તરફથી કોઈ વચન લઈ લીધુ હોય.
(૮૮) અને તેમનો બોલ તો એ છે કે રહમાને પણ સંતાન બનાવી રાખી છે.
(૮૯) બેશક તમે ઘણી (બૂરી અને) ભારે વાત લાવ્યા છો.
(૯૦) નજીક છે કે આ બોલના કારણે આકાશ ફાટી જાય અને ધરતીમાં તિરાડ પડી જાય અને પહાડ કણ-કણ થઈ જાય.
(૯૧) કે તેઓ રહમાનની સંતાન સાબિત કરવા બેઠા છે.
(૯૨) અને રહમાનના લાયક નથી કે તે સંતાન રાખે.
(૯૩) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે બધુ અલ્લાહના બંદાની હેસિયતે રજૂ થવાનું છે.
(૯૪) તે બધાને તેણે ઘેરી રાખ્યા છે અને બધાની પૂરી રીતે ગણતરી પણ કરી રાખી છે.
(૯૫) આ તમામ કયામતના દિવસે એક એક કરીને અલ્લાહના સમક્ષ હાજર થશે.
(૯૬) બેશક જેઓ ઈમાન લાવ્યા અને જેમણે નેક કામો કર્યા તેમના માટે રહમાન મોહબ્બત પેદા કરશે.
(૯૭) અમે (કુરઆનને) તમારી ભાષામાં ઘણુ આસાન બનાવી દીધું છે,[1] કે તમે તેના વડે પરહેઝગારોને ખુશખબર આપી દો અને ઝઘડાખોર લોકોને બાખબર કરી દો.
(૯૮) અને અમે આમના પહેલા ઘણી કોમોને હલાક કરી દીધી છે, શું તેમનામાંથી એકની પણ આહટ તમે પામો છો અથવા તેમના અવાજનો ભણકારો પણ તમારા કાનમાં પડે છે? (ع-૬)