સૂરહ અલ-અલક (૯૬)
ગંઠાઈ ગયેલુ લોહી
સૂરહ અલ-અલક[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણીસ (૧૯) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) પોતાના રબનું નામ લઈને પઢો જેણે પેદા કર્યા.
(૨) જેણે મનુષ્યને થીજેલા લોહીથી પેદા કર્યો.
(૩) તમે પઢતા રહો તમારો રબ મહાન કરમ વાળો છે.
(૪) જેણે કલમ વડે (જ્ઞાન) શીખવાડ્યું.
(૫) જેણે મનુષ્યને તે શીખવાડ્યું જેને તે જાણતો ન હતો.
(૬) હકીકતમાં મનુષ્ય તો પોતાની હદથી નીકળી જાય છે.
(૭)એટલા માટે કે તે પોતાની જાતને બેફિકર (અને ધનવાન) સમજે છે.
(૮) બેશક પાછા ફરવાનું તો તમારા રબ તરફ જ છે.
(૯ ) (સારૂ) તેને પણ તમે જોયો છે જે (એક બંદાને) રોકે છે.
(૧૦)જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય ?
(૧૧) સારૂ, બતાવો તો જો તે સીધા માર્ગ પર હોય.
(૧૨) અથવા પરહેઝગારી (સંયમ) નો ઉપદેશ આપતો હોય.[2]
(૧૩) સારૂ જુઓ તો, જો તે જૂઠાડતો હોય અને મોઢું ફેરવી લેતો હોય.
(૧૪) શું તે નથી જાણતો કે અલ્લાહ (તઆલા) તેને સારી રીતે જોઈ રહ્યો છે?
(૧૫) બેશક જો તે નહીં અટકે તો અમે તેના કપાળ (પેશાની)ના વાળ પકડીને ઘસડીશું.
(૧૬)એવા કપાળ ને જે જૂઠું અને ગુનેહગાર છે.[3]
(૧૭) તે પોતાની ટોળીને બોલાવી લે.
(૧૮) અમે પણ જહન્નમના પહેરેદારો (રક્ષકો) ને બોલાવી લઈશું.
(૧૯) સાવધાન! તેનું કહેવું ક્યારેય માનશો નહિં અને સિજદો કરો અને નિકટતા પ્રાપ્ત કરો (ع-૧) {સિજદો-૧૫}