Surah Al-Qamar

સૂરહ અલ-કમર

આયત : ૫૫ | રૂકૂ : ૩

સૂરહ અલ-કમર (૫૪)

ચંદ્ર

સૂરહ અલ-કમર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પંચાવન (૫૫) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.

આ પણ તે સૂરહમાંથી છે જેને રસૂલુલ્લાહ (સ.અ.વ.) ઈદની નમાઝમાં પઢ્યા કરતા હતા. જેમકે પહેલા વર્ણન થઈ ચૂક્યું છે.

આ તે ચમત્કાર (મો'ઝિઝો) છે જે મક્કાવાસીઓની માંગણી પર બતાવવામાં આવ્યો, ચંદ્રના બે ટુકડા થઈ ગયા. ત્યાં સુધી કે લોકોએ હિરા પહાડને તેની વચ્ચે જોયો. એટલે કે તેનો (ચંદ્રનો) એક ભાગ પહાડની પેલી તરફ અને એક ભાગ આ તરફ થઈ ગયો. (સહીહ બુખારી, મનાકિબુલ અંસાર) બધાજ પહેલાના અને પછીના વિદ્વાનો (આલિમો)નો આ જ મત છે (ફતહુલ કદીર). ઈમામ ઈબ્ને કસીર લખે છે કે આલિમોની નજીક આ વાત પર એકમત છે કે ચંદ્રના બે ટુકડા નબી (સ.અ.વ.) ના જમાનામાં થયા અને આ આપ (સ.અ.વ.) ના સ્પષ્ટ ચમત્કારોમાંથી છે. સહીહ હદીસ તેને સ્પષ્ટ કરે છે.