Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૧૦) તમે બધાથી સારી ઉમ્મત છો જે લોકો માટે પેદા કરવામાં આવી છે કે તમે નેક કામોનો હુકમ આપો છો અને બુરા કામોથી રોકો છો, અને અલ્લાહ (તઆલા) ૫૨ ઈમાન રાખો છો. જો કિતાબવાળા ઈમાન લાવતા તો તેમના માટે બહેતર હતું, તેમનામાં ઈમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો ફાસિક છે.
(૧૧૧) આ લોકો તમને સતામણીના સિવાય બીજું કશું વધારે નુકશાન નથી પહોંચાડી શકતા અને જો તમારાથી લડાઈ થાય તો પીઠ ફેરવી લેશે, પછી તેઓને મદદ કરવામાં નહિં આવે.
(૧૧૨) તેઓ દરેક જગ્યા પર જલીલ છે, એ વાત અલગ છે કે અલ્લાહ (તઆલા) ની અથવા લોકોની પનાહમાં હોય, તેઓ અલ્લાહ (તઆલા) ના પ્રકોપના હકદાર થઈ ગયા, અને તેમના ઉપર ગરીબી થોપી દેવામાં આવી. આ એટલા માટે કે આ લોકો અલ્લાહની આયતોને માનતા ન હતા અને કારણ વગર નબીઓને કતલ કરતા હતા, આ બદલો તેમની નાફરમાનીઓ અને હદથી વધી જવાનો છે.
(૧૧૩) આ બધા એક સરખા નથી, પરંતુ આ કિતાબવાળાઓમાં એક જૂથ (સચ્ચાઈ પર) કાયમ પણ છે જે રાત્રિઓમાં અલ્લાહની આયતો પઢે છે અને સિજદા કરે છે.
(૧૧૪) તેઓ અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે છે, ભલાઈનો આદેશ આપે છે અને બૂરાઈઓથી રોકે છે, અને ભલાઈના કામોમાં જલ્દી કરે છે, તેઓ નેક લોકોમાંથી છે.
(૧૧૫) અને તેઓ જે કંઈ પણ ભલાઈ કરે તેનો અનાદર નહિં કરવામાં આવે અને અલ્લાહ (તઆલા) પરહેઝગારોને સારી રીતે જાણે છે.
(૧૧૬) બેશક કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહને ત્યાં કશું કામમાં આવશે નહિં, તેઓ તો જહન્તમી છે જેમાં તેઓ હંમેશા રહેશે.
(૧૧૭) તેઓ જે કંઈ આ દુનિયાના જીવનમાં ખર્ચ કરે છે તે એવી હવાના સમાન છે જેમાં હિમ હોય, જે કોઈ જાલીમ કોમના ખેતર પરથી પસાર થઈ તેનો નાશ કરી દે,[51] અલ્લાહે તેમની ઉપર જુલમ નથી કર્યું પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલમ કરી રહ્યા હતા
(૧૧૮) અય ઈમાનવાળાઓ! તમે પોતાના ખાસ મિત્રો ઈમાનવાળાઓ સિવાય બીજા કોઈને ન બનાવો, (તમે નથી જોતા બીજા લોકો તો) તમારા વિનાશમાં કોઈ કસર તથી રાખતા, તેઓ તો ઈચ્છે છે કે તમે દુઃખમાં પડો, તેમની દુશ્મની તો પોતે તેમના મોઢાંથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે અને તેઓ જે તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે ઘણું વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું, તમે અકલમંદ છો (તો ફિકર કરો).
(૧૧૯) હા, તમે તો તેમના સાથે મોહબ્બત કરો છો અને તેઓ તમારાથી મોહબ્બત નથી કરતા, તમે સંપૂર્ણ કિતાબને માનો છો અને (તેઓ નથી માનતા પછી મોહબ્બત કેવી?) તેઓ તમારા સામે તો ઈમાન કબૂલ કરે છે, પરંતુ એકાંતમાં ગુસ્સામાં આંગળિયો ચાવે છે,[52] કહી દો પોતાના ગુસ્સામાં જ મરી જશો, અલ્લાહ (તઆલા) હૃદયોમાં છુપાયેલ વાતોને સારી રીતે જાણે છે.
(૧૨૦) તમને જો ભલાઈ મળે તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બૂરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકશાન નહિં પહોંચાડે. અલ્લાહ (તઆલા)એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે.