(૫૧) અને અમે લોકોના માટે અમારી વાણી સતત મોકલતા રહ્યા જેથી તેઓ નસીહત પ્રાપ્ત કરી લે.
(૫૨) જેમને અમે આના પહેલા કિતાબ પ્રદાન કરી તેઓ તો આના (કુરઆન) પર ઈમાન ધરાવે છે.[1]
(૫૩) અને જ્યારે (તેની આયતો) તેમના સામે પઢવામાં આવે છે તો તેઓ એવું કહી દે છે કે આને અમારા રબ તરફથી સત્ય હોવા પર અમારું ઈમાન છે, અમે તો આના પહેલા જ મુસલમાન છીએ.[1]
(૫૪) આ લોકોને પોતાના કરેલ સબ્રના બદલામાં બમણો બદલો પ્રદાન કરવામાં આવશે, આ લોકો ભલાઈ વડે બૂરાઈને દૂર કરી દે છે અને અમે જે તેમને આપી રાખ્યું છે તેમાંથી ખર્ચ કરતા રહે છે.
(૫૫) અને જ્યારે બેહૂદી વાત કાનમાં પડે છે ત્યારે તેમનાથી અલગ થઈ જાય છે અને કહે છે કે અમારા કર્મ અમારા માટે અને તમારા કર્મ તમારા માટે, અને તમારા પર સલામ છે[1] અમે અજ્ઞાનીઓ સાથે (ઉલઝવા) માંગતા નથી.
(૫૬) તમે જેને ચાહો તેને હિદાયત નથી આપી શકતા, પરંતુ અલ્લાહ (તઆલા) જેને ચાહે તેને હિદાયત આપે છે, હિદાયત પામેલા લોકોને તે જ સારી રીતે જાણ છે.
(૫૭) અને કેહવા લાગ્યા કે જો અમે તમારા સાથે થઈને હિદાયતના અનુયાયી બની જઈએ તો અમે અમારા દેશમાંથી આંચકી લેવામાં આવીશું, શું અમે તેમને શાંત અને સુરક્ષિત અને હુરમતવાળા હરમમાં જગ્યા નથી આપી, જ્યાં દરેક પ્રકારના ફળો ખેંચાઈને આવે છે જે અમારા તરફથી રોજીના સ્વરૂપે છે ?[1] પરંતુ આમાંના ઘણાં ખરા લોકો કશું જાણતા નથી.
(૫૮) અને અમે કેટલીય વસ્તીઓ હલાક કરી દીધી જે પોતાની સુખ-સુવિધામાં ઈતરાવા લાગી હતી, આ છે તેમના રહેઠાણો જે તેમના પછી ઘણા ઓછા આબાદ કરવામાં આવ્યા, અને છેવટે અમે જ બધાના વારસદાર છીએ.
(૫૯) અને તમારો રબ કોઈ એક વસ્તીને પણ તે સમય સુધી હલાક નથી કરતો, જ્યાં સુધી તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો કોઈ પયગંબર મોકલી ન દે જે તેમને અમારી આયતો પઢીને સંભળાવી દે, અને અમે વસ્તીઓને તે સમયે હલાક કરીએ છીએ જ્યારે કે ત્યાંના રહેનારાઓ જાલિમ થઈ જાય.
(૬૦) અને તમને જે કંઈ આપવામાં આવ્યું છે તે તો ફક્ત દુનિયાની જિંદગીનો સામાન છે અને તેની શોભા છે. હાં, અલ્લાહ પાસે જે છે તે સૌથી ઉત્તમ અને બાકી રહેનારું છે શું તમે સમજતા નથી ? (ع-૬)