(૧૪૪) અને મુહંમદ(અ.સ.) તો ફકત એક રસૂલ છે, એમના પહેલા ઘણા રસૂલ પસાર થઈ ગયા છે તો જો તે મૃત્યુ પામે અથવા કતલ કરી દેવામાં આવે તો શું તમે (ઇસ્લામથી) ઉલ્ટા પગે પાછા ફરી જશો ? અને જે કોઈ ઉલટા પગે પાછા ફરશે તે અલ્લાહને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે, અને અલ્લાહ શુક્રગુજારોને જલ્દી બદલો આપશે.