(૧૦૬) અય ઈમાનવાળાઓ! જયારે તમારામાં કોઈના મૃત્યુનો સમય નજીક હોય તો વસીયતના સમયે તમારામાંથી બે આદિલ (ન્યાયી) વ્યક્તિએ ગવાહ રહેવું જોઈએ અથવા તમારા સિવાય બે બીજાએ જો તમે જમીન પર મુસાફરી કરી રહ્યા હોય અને તમારા પર મૃત્યુની મુસીબત આવી જાય, (શંકાની હાલતમાં) તમે બંને (ગવાહો)ને (જમાઅતની) નમાઝ પછી રોકશો પછી બંને અલ્લાહની કસમ લેશે કે, “અમે આ (ગવાહી)ના બદલે કોઈ કિંમત લેવા ઈચ્છતા નથી, ભલેને તેઓ નજીકના હોય અને અમે અલ્લાહની ગવાહી છુપાવી શકતા નથી, જો અમે આવું કરીશું તો અમે ગુનેહગારોમાં ગણાઈશું.”