અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) કયામત નજીક આવી ગઈ અને ચંદ્ર ફાટી ગયો.[1]
(૨) અને જો આ લોકો કોઈ નિશાનીઓ જોઈ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહે છે કે આ તો પહેલાથી જ ચાલ્યો આવતો જાદુ છે.
(૩) અને તેઓએ જુઠાડ્યા અને પોતાની મનેચ્છાઓ પ્રમાણે ચાલ્યા અને દરેક કામ તેના નિશ્ચિત સમય પર નિર્ધારીત છે.
(૪) બેશક તેમના પાસે તે સમાચારો આવી પહોંચ્યા છે જેમાં ધાક-ધમકી છે.
(૫) અને સંપુર્ણ શાણપણની વાત છે, છતાં આ ડરાવનારી વાતોએ પણ તેમને કોઈ લાભ ન આપ્યો.”[1]
(૬) (તો હે નબી!) તમે તેમનાથી મોઢું ફેરવી લો જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ બોલાવશે.
(૭) તો આંખો નીચી કરીને કબરોમાં એવી રીતે ઊભા થઈ જશે જાણે કે તેઓ વિખરાયેલા તીડ હોય.[1]
(૮) પોકારનાર તરફ દોડતા હશે અને કાફિરો કહેશે કે આ તો ખૂબ કઠિન દિવસ છે.
(૯) તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જૂઠાડી ચૂકી છે અને દીવાનો બતાવીને ઝાટકી નાંખ્યા હતા.
(૧૦) તો તેણે પોતાના રબથી દુઆ કરી કે હું લાચાર છું તું મારી મદદ કર.
(૧૧) તો અમે આકાશના દરવાજાઓને મુશળધાર વરસાદથી ખોલી નાંખ્યા.[1]
(૧૨) અને ધરતીમાંથી ઝરણાને વહેતા કર્યા તો તે કામ માટે જે નસીબમાં લખાઈ ગયું હતુ (બન્ને) પાણી ભેગા થઈ ગયા.
(૧૩) અને અમે તેમને પાટિયા અને ખીલાવાળી નૌકા પર સવાર કર્યા.[1]
(૧૪) જે અમારી નજર સામે ચાલી રહી હતી. તેનો બદલો લેવા માટે જેનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
(૧૫) અને બેશક અમે આ ઘટનાને નિશાની બનાવીને બાકી રાખી, તો છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર ?
(૧૬) તો (બતાવો) મારો અઝાબ અને મારી ડરાવવાવાળી વાતો કેવી રહી ?
(૧૭) અને બેશક અમે કુરઆનને સમજવા માટે આસાન કરી દીધુ છે,[1] તો શું છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર ?
(૧૮) આદના સમુદાયે પણ જુઠાડ્યા હતા, તો કેવો રહ્યો મારો અઝાબ અને મારી ડરાવવાવાળી વાતો.
(૧૯) અમે તેમના પર સતત એક વાવાઝોડું એક મનહુસ (અશુભ) દિવસમાં મોકલી દીધું.
(૨૦) જે લોકોને ઊઠાવી-ઊઠાવીને પટકી દેતુ હતું, જાણે કે તેઓ ઉખડી ગયેલા ખજૂરીના થડો હોય.
(૨૧) તો કેવો રહ્યો મારો અઝાબ અને મારું ડરાવવું ?
(૨૨) અને બેશક અમે કુરઆનને નસીહત માટે આસાન (સહેલું) કરી દીધું છે, તો છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર ? (ع-૧)