Surah Al-Hadid

સૂરહ અલ-હદીદ

રૂકૂ :

આયત ૧૧ થી ૧

مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗ وَ لَهٗۤ اَجْرٌ كَرِیْمٌ ۚ (11)

(૧૧) કોણ છે જે અલ્લાહ (તઆલા)ને સારી રીતે કરજ આપે ? , પછી અલ્લાહ (તઆલા) તેના માટે તેને વધારતોજાય અને તેનો સારો બદલો સાબિત થઈ જાય.


یَوْمَ تَرَى الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ یَسْعٰى نُوْرُهُمْ بَیْنَ اَیْدِیْهِمْ وَ بِاَیْمَانِهِمْ بُشْرٰىكُمُ الْیَوْمَ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۚ (12)

(૧૨) તે (કયામતના) દિવસે તમે જોશો કે ઈમાનવાળા પુરૂષો અને સ્રીઓનું નૂર (પ્રકાશ) તેમના આગળ-પાછળ અને જમણીબાજુ દોડતું હશે.” આજે તમને તે જન્નતોની ખુશખબર છે, જેની નીચે ઠંડા પાણીની નહેરો વહેતી હશે, જેમાં હંમેશા રહેશો, આ છે મહાન સફળતા.


یَوْمَ یَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَ الْمُنٰفِقٰتُ لِلَّذِیْنَ اٰمَنُوا انْظُرُوْنَا نَقْتَبِسْ مِنْ نُّوْرِكُمْ ۚ قِیْلَ ارْجِعُوْا وَرَآءَكُمْ فَالْتَمِسُوْا نُوْرًا ؕ فَضُرِبَ بَیْنَهُمْ بِسُوْرٍ لَّهٗ بَابٌ ؕ بَاطِنُهٗ فِیْهِ الرَّحْمَةُ وَ ظَاهِرُهٗ مِنْ قِبَلِهِ الْعَذَابُ ؕ (13)

(૧૩) તે દિવસે મુનાફિક પુરૂષો અને સ્રીઓ ઈમાનવાળાઓને કહેશે કે, “અમારી રાહ તો જુઓ કે અમે પણ તમારા નૂર (પ્રકાશ) માંથી થોડું નૂર (પ્રકાશ) લઈ લઈએ.” જવાબ મળશે કે, “તમે પાછળ હટી જાઓ અને પોતાના નૂર (પ્રકાશ) ને શોધી લો,” પછી તેમના વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવાશે જેમાં દરવાજો પણ હશે, તેના અંદરના ભાગમાં કૃપા (રહમત) હશે અને બહારના ભાગમાં યાતના (અઝાબ) હશે.


یُنَادُوْنَهُمْ اَلَمْ نَكُنْ مَّعَكُمْ ؕ قَالُوْا بَلٰى وَ لٰكِنَّكُمْ فَتَنْتُمْ اَنْفُسَكُمْ وَ تَرَبَّصْتُمْ وَ ارْتَبْتُمْ وَ غَرَّتْكُمُ الْاَمَانِیُّ حَتّٰى جَآءَ اَمْرُ اللّٰهِ وَ غَرَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ (14)

(૧૪) તેઓ બૂમો પાડી-પાડીને તેમને કહેશે કે શું અમે તમારા સાથે ન હતા ? તેઓ કહેશે કે, “હાં, હતા તો ખરા, પરંતુ તમે પોતે પોતાને ગુમરાહીમાં નાખી દીધા હતા અને રાહ જોવામાં રહ્યા અને શંકા-વહેમ કરતા રહ્યા અને તમને તમારી બેકાર (ખોટી) આશાઓએ ધોખામાં જ રાખ્યા, ત્યાં સુધી કે અલ્લાહનો હુકમ આવી ગયો અને તમને અલ્લાહ વિશે ધોખામાં રાખનારાઓએ ધોખામાં જ રાખ્યા.”


فَالْیَوْمَ لَا یُؤْخَذُ مِنْكُمْ فِدْیَةٌ وَّ لَا مِنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ مَاْوٰىكُمُ النَّارُ ؕ هِیَ مَوْلٰىكُمْ ؕ وَ بِئْسَ الْمَصِیْرُ (15)

(૧૫) તો આજે ન તમારાથી ફિદિયો (બદલો) સ્વીકારવામાં આવશે અને ન કાફિરોથી, તમારા બધાનું ઠેકાણું જહન્નમ છે, તે જ તમારો સાથી છે અને તે ખરાબ ઠેકાણું છે.


اَلَمْ یَاْنِ لِلَّذِیْنَ اٰمَنُوْۤا اَنْ تَخْشَعَ قُلُوْبُهُمْ لِذِكْرِ اللّٰهِ وَ مَا نَزَلَ مِنَ الْحَقِّ ۙ وَ لَا یَكُوْنُوْا كَالَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلُ فَطَالَ عَلَیْهِمُ الْاَمَدُ فَقَسَتْ قُلُوْبُهُمْ ؕ وَ كَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ (16)

(૧૬) શું હજુ સુધી ઈમાનવાળાઓ માટે સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની યાદથી અને જે સત્ય (હક) ઉતરી ચૂક્યું છે, તેનાથી નરમ થઈ જાય ?, અને તે લોકો જેવા ન થઈ જતા જેમને આનાથી પહેલા કિતાબ આપી હતી, પછી જયારે તેમના પર એક લાંબી મુદ્દત વીતી ગઈ તો તેમના દિલ કઠોર થઈ ગયા, અને તેમનામાંથી ઘણા બધા નાફરમાન (અવજ્ઞાકારી) છે.


اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ قَدْ بَیَّنَّا لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ (17)

(૧૭) જાણીલો કે અલ્લાહ જ ધરતીને તેના મૃત્યુ પછી જીવિત કરે છે, અમે તો તમારા માટે અમારી નિશાનીઓ વર્ણન કરી દીધી જેથી તમે સમજો.


اِنَّ الْمُصَّدِّقِیْنَ وَ الْمُصَّدِّقٰتِ وَ اَقْرَضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا یُّضٰعَفُ لَهُمْ وَ لَهُمْ اَجْرٌ كَرِیْمٌ (18)

(૧૮) બેશક દાન આપનાર પુરૂષો અને સ્રીઓ અને જેઓ અલ્લાહને મોહબ્બત સાથે કરજ આપી રહ્યા છે, તેમના માટે આ વધારવામાં આવશે, અને તેમના માટે ખૂબ જ (સારો બદલો અને) સવાબ છે.


وَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَ رُسُلِهٖۤ اُولٰٓئِكَ هُمُ الصِّدِّیْقُوْنَ { ۖ ق} وَ الشُّهَدَآءُ عِنْدَ رَبِّهِمْ ؕ لَهُمْ اَجْرُهُمْ وَ نُوْرُهُمْ ؕ وَ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۧ (19)

(૧૯) અલ્લાહ અને તેના રસૂલ પર જેઓ ઈમાન ધરાવે છે, તે જ લોકો પોતાના રબની નજીક સાચા અને ગવાહ છે, તેમના માટે તેમનો બદલો ખાસ નૂર (પ્રકાશ) છે, અને જેઓ કાફિર છે તથા અમારી નિશાનીઓને જુઠાડે છે તેઓ જહન્નમી છે. (ع-)