(૧૧) અને કેટલાક લોકો એવા પણ છે કે એક કિનારા ઉપર રહીને અલ્લાહની બંદગી કરે છે, જો કોઈ ફાયદો પહોંચી જાય તો આકર્ષિત થાય છે અને જો કોઈ દુઃખ આવી પહોંચે તો તે જ સમયે વિમૂખ થઈ જાય છે.[1] તેમણે દુનિયા અને આખિરતનું નુકસાન ઉઠાવી લીધું, હકીકતમાં આ સ્પષ્ટ નુકસાન છે.
(૧૨) પછી તેઓ અલ્લાહને છોડી તેમને પોકારે છે જે ન નુક્સાન પહોંચાડી શકે ન ફાયદો, આ જ તો દૂરનો ભટકાવ છે.
(૧૩) તેઓ તેમને પોકારે છે જેનું નુક્સાન તેના ફાયદા કરતા વધારે છે , બેશક તે બૂરા સંરક્ષક છે અને બૂરા સાથી.
(૧૪) બેશક ઈમાન લાવનારાઓ અને નેક કામો કરનારાઓને અલ્લાહ (તઆલા) એવી જન્નતોમાં લઈ જશે જેની નીચે નહેરો વહેતી હશે, અલ્લાહ જે ઈરાદો કરે છે તેને કરીને જ રહે છે.
(૧૫) જેનો એવો ખયાલ હોય કે અલ્લાહ (તઆલા) પોતાના રસૂલની દુનિયા અને આખિરતમાં મદદ નહિ કરે, તે ઊંચાઈ ઉપર એક દોરડું બાંધીને (પોતાના ગળામાં ફંદો નાખી લે) અને ગળું ઘોંટી નાખે પછી જુએ કે તેની ચાલાકીથી એ વાત હટી જાય છે, જે તેને તડપાવી રહી છે.
(૧૬) અને અમે આ કુરઆનને સ્પષ્ટ આયતોમાં ઉતાર્યુ છે, અને જેને અલ્લાહ ચાહે હિદાયત આપે છે.
(૧૭) ઈમાનવાળાઓ અને યહૂદી અને વિધર્મી અને ઈસાઈ અને અગ્નિપૂજક[1] અને મૂર્તિપૂજક, આ બધાની વચ્ચે કયામતના દિવસે અલ્લાહ (તઆલા) પોતે ફેંસલો કરી દેશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો ગવાહ છે.
(૧૮) શું તમે નથી જોઈ રહ્યા કે અલ્લાહના આગળ સિજદામાં છે તમામ આકાશોવાળા અને ધરતીવાળા અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓ અને પર્વતો અને વૃક્ષો અને જાનવરો[1]અને ઘણા બધા મનુષ્યો પણ. હા, ઘણા એવા પણ છે જેમના ઉપર અઝાબ સાબિત થઈ ચૂક્યો છે અને જેને રબ અપમાનિત કરી દે તેને કોઈ સન્માન આપનાર નથી. અલ્લાહ જે ચાહે છે તે કરે છે. {સિજદો-૬}
(૧૯) આ બંને જૂથો પોતાના રબના વિષયમાં મતભેદ રાખવાવાળા છે, તો કાફિરો માટે આગના કપડાં માપીને વેતરવામાં આવ્યા છે, અને તેમના માથાંઓ પર ગરમ પાણી રેડવામાં આવશે.
(૨૦) જેનાથી તેમના પેટની બધી વસ્તુઓ અને ચામડી ઓગળી જશે.
(૨૧) અને તેમની સજા માટે લોખંડના હથોડા હશે.
(૨૨) આ લોકો જ્યારે પણ ત્યાંના દુઃખોથી ભાગી નીકળવાનો ઈરાદો કરશે, તેમાંજ પાછા ધકેલી દેવામાં આવશે અને (કહેવામાં આવશે) બળવાના અઝાબની મજા ચાખો. (ع-૨)