Surah At-Tur

સૂરહ અત્-તૂર

રૂકૂ : ૨

આયત ૨૯ થી ૪૯

فَذَكِّرْ فَمَاۤ اَنْتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَّ لَا مَجْنُوْنٍ ؕ (29)

(૨૯) તો તમે સમજાવતા રહો, કેમ કે તમે તમારા રબની કૃપાથી ન તો જ્યોતિષ છો અને ન દીવાના.


اَمْ یَقُوْلُوْنَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهٖ رَیْبَ الْمَنُوْنِ (30)

(૩૦) શું કાફીર એ રીતે કહે છે કે આતો કવિ છે અમે તેમના પર કાળચક્ર (મોત) ની રાહ જોઈ રહ્યા છીએ.


قُلْ تَرَبَّصُوْا فَاِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُتَرَبِّصِیْنَ ؕ (31)

(૩૧) (તમે) કહી દો કે, “તમે રાહ જુઓ. હું પણ તમારા સાથે રાહ જોવાવાળાઓમાં છું.”

اَمْ تَاْمُرُهُمْ اَحْلَامُهُمْ بِهٰذَاۤ اَمْ هُمْ قَوْمٌ طَاغُوْنَ ۚ (32)

(૩૨) શું તેઓની બુદ્ધિ તેમને આ જ શીખવાડે છે ? અથવા આ લોકો છે જ વિદ્રોહી.


اَمْ یَقُوْلُوْنَ تَقَوَّلَهٗ ۚ بَلْ لَّا یُؤْمِنُوْنَ ۚ (33)

(૩૩) શું તેઓ કહે છે કે આ (નબીએ) કુરઆન પોતે ઘડી કાઢ્યું છે ? સચ્ચાઈ એ છે કે તેઓ ઈમાન લાવતા નથી.


فَلْیَاْتُوْا بِحَدِیْثٍ مِّثْلِهٖۤ اِنْ كَانُوْا صٰدِقِیْنَ ؕ (34)

(૩૪) સારૂ જો આ લોકો સાચા છે તો આના જેવી એક વાત આ લોકો પણ લઈ આવે.


اَمْ خُلِقُوْا مِنْ غَیْرِ شَیْءٍ اَمْ هُمُ الْخٰلِقُوْنَ ؕ (35)

(૩૫) શું તેઓ કોઈના (પેદા કરવાવાળાના) સિવાય પોતાની મેળે જ પેદા થઈ ગયા ? અથવા તેઓ પોતે પેદા કરવાવાળા છે ?


اَمْ خَلَقُوا السَّمٰوٰتِ وَ الْاَرْضَ ۚ بَلْ لَّا یُوْقِنُوْنَ ؕ (36)

(૩૬) શું તેમણે જ આકાશો અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ તેઓ વિશ્વાસ કરવાવાળા લોકો નથી.


اَمْ عِنْدَهُمْ خَزَآئِنُ رَبِّكَ اَمْ هُمُ الْمُصَۜیْطِرُوْنَ ؕ (37)

(૩૭) શું તેમના પાસે તમારા રબના ખજાનાઓ છે અથવા (તે ખજાનાઓના) તેઓ રક્ષક છે ?


اَمْ لَهُمْ سُلَّمٌ یَّسْتَمِعُوْنَ فِیْهِ ۚ فَلْیَاْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ؕ (38)

(૩૮) અથવા તેમના પાસે કોઈ નિસરણી છે જેના પર ચઢીને વાતો સાંભળે છે ? (જો આવુ છે)તો તેમનો સાંભળનાર કોઈ સ્પષ્ટ દલીલ રજુ કરે.


اَمْ لَهُ الْبَنٰتُ وَ لَكُمُ الْبَنُوْنَ ؕ (39)

(૩૯) શુ અલ્લાહની તો બધી દીકરીઓ છે ? અને તમારા માટે દીકરાઓ છે ?


اَمْ تَسْئَلُهُمْ اَجْرًا فَهُمْ مِّنْ مَّغْرَمٍ مُّثْقَلُوْنَ ؕ (40)

(૪૦) શું તમે તેમના પાસે કોઈ બદલો માંગો છો કે જેથી તેઓ તેના બોજથી દબાઈ રહ્યા છે ?


اَمْ عِنْدَهُمُ الْغَیْبُ فَهُمْ یَكْتُبُوْنَ ؕ (41)

(૪૧) શું આમના પાસે ગૈબ(પરોક્ષ)નું જ્ઞાન છે લખી લે છે ?


اَمْ یُرِیْدُوْنَ كَیْدًا ؕ فَالَّذِیْنَ كَفَرُوْا هُمُ الْمَكِیْدُوْنَ ؕ (42)

(૪૨) શું આ લોકો કોઈ છળ (પ્રપંચ) કરવા માંગે છે ? તો (વિશ્વાસ કરી લો) કે છળ (પ્રપંચ) કરનાર જૂથ કાફિરોનું છે.


اَمْ لَهُمْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ (43)

(૪૩) શું અલ્લાહ સિવાય તેમનો કોઈ બીજો મા'બૂદ છે ? (ક્યારેય નહીં) અલ્લાહ તેમના શિર્કથી પવિત્ર છે.


وَ اِنْ یَّرَوْا كِسْفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا یَّقُوْلُوْا سَحَابٌ مَّرْكُوْمٌ (44)

(૪૪) અને જો આ લોકો આકાશના કોઈ એક ટુકડાને તૂટી પડતો જોઈ લે, તો પણ કહેશે કે આ તો એકના ઉપર એક વાદળ છે.


فَذَرْهُمْ حَتّٰى یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ فِیْهِ یُصْعَقُوْنَ ۙ (45)

(૪૫) તો તમે તેમને પડતા મૂકો. ત્યાં સુધી કે તેઓ પોતાના એ દિવસને જોઈ લે કે જેમાં તેઓના હોશ ઊડી જશે.


یَوْمَ لَا یُغْنِیْ عَنْهُمْ كَیْدُهُمْ شَیْئًا وَّ لَا هُمْ یُنْصَرُوْنَ ؕ (46)

(૪૬) જે દિવસે તેમની પોતાની યુક્તિઓ કંઈ પણ કામ નહીં આવે અને ન તેમને મદદ કરવામાં આવશે.


وَ اِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا عَذَابًا دُوْنَ ذٰلِكَ وَ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ (47)

(૪૭) બેશક જાલિમો માટે આ સિવાય બીજા પણ અઝાબ છે. પરંતુ આ લોકોમાંથી વધારે પડતા અજાણ છે.


وَ اصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَاِنَّكَ بِاَعْیُنِنَا وَ سَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِیْنَ تَقُوْمُ ۙ (48)

(૪૮) તમે પોતાના રબના હુકમની રાહ જોવામાં સબ્રથી કામ લો. બેશક તમે તો અમારી નજર સામે જ છો અને સવારે જ્યારે તમે ઊઠો તો રબની પવિત્રતા અને પ્રશંસા કરો.


وَ مِنَ الَّیْلِ فَسَبِّحْهُ وَ اِدْبَارَ النُّجُوْمِ ۧ (49)

(૪૯) અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓના ડૂબવાના સમયે પણ. (ع-)