كَذَّبَ اَصۡحٰبُ لۡئَيۡكَةِ الۡمُرۡسَلِيۡنَ ۖۚ ١٧٦
(૧૭૬) ઐકાવાળાઓએ પણ રસૂલોને ખોટા ઠેરવ્યા.
اِذۡ قَالَ لَهُمۡ شُعَيۡبٌ اَلَا تَتَّقُوۡنَۚ ١٧٧
(૧૭૭) જ્યારે કે તેમને શુઐબે કહ્યું કે, “શું તમને (અલ્લાહનો) ડર અને ભય નથી ?
اِنِّىۡ لَـكُمۡ رَسُوۡلٌ اَمِيۡنٌۙ ١٧٨
(૧૭૮) હું તમારા તરફ અમાનતદાર રસૂલ છું.
فَاتَّقُوا اللّٰهَ وَاَطِيۡعُوۡنِۚ ١٧٩
(૧૭૯) તો તમે અલ્લાહથી ડરો અને મારૂ અનુસરણ કરો.
وَمَاۤ اَسۡـَٔـــلُكُمۡ عَلَيۡهِ مِنۡ اَجۡرٍۚ اِنۡ اَجۡرِىَ اِلَّا عَلٰى رَبِّ الۡعٰلَمِيۡنَ ؕ ١٨٠
(૧૮૦) અને હું આના પર તમારા પાસે કોઈ વળતર નથી માંગતો, મારું વળતર તો સમગ્ર દુનિયાના રબ પાસે છે.
اَوۡفُوا الۡـكَيۡلَ وَلَا تَكُوۡنُوۡا مِنَ الۡمُخۡسِرِيۡنَۚ ١٨١
(૧૮૧) તોલમાપ પુરેપૂરૂં કરો અને ઓછું માપવાવાળાઓમાં સામેલ ન થાઓ.
وَزِنُوۡا بِالۡقِسۡطَاسِ الۡمُسۡتَقِيۡمِۚ ١٨٢
(૧૮૨) અને સાચા ત્રાજવાંથી તોલો.
وَلَا تَبۡخَسُوا النَّاسَ اَشۡيَآءَهُمۡ وَلَا تَعۡثَوۡا فِى الۡاَرۡضِ مُفۡسِدِيۡنَۚ ١٨٣
(૧૮૩) અને લોકોને તેમની વસ્તુઓ ઓછી કરીને ન આપો અને (નિર્ભય થઈને) ધરતી પર ફસાદ મચાવતા નફરો.
وَاتَّقُوا الَّذِىۡ خَلَقَكُمۡ وَالۡجِـبِلَّةَ الۡاَوَّلِيۡنَؕ ۚ ١٨٤
(૧૮૪) અને તેનો (અલ્લાહનો) ડર રાખો જેણે તમને અને તમારા પહેલાની પેઢીઓને પેદા કર્યા.”
قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مِنَ الۡمُسَحَّرِيۡنَۙ ١٨٥
(૧૮૫) (તેમણે) કહ્યું, “તું તો એમનામાંથી છે જેમના ઉપર જાદૂ કરી દેવામાં આવે છે.
وَمَاۤ اَنۡتَ اِلَّا بَشَرٌ مِّثۡلُـنَا وَ اِنۡ نَّظُنُّكَ لَمِنَ الۡكٰذِبِيۡنَۚ ١٨٦
(૧૮૬) અને તું તો અમારા જેવો એક મનુષ્ય છે અને અમે તો તને જૂઠ બોલનારાઓમાંથી જ સમજીએ છીએ.
فَاَسۡقِطۡ عَلَيۡنَا كِسَفًا مِّنَ السَّمَآءِ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَؕ ١٨٧
(૧૮૭) જો તું સાચા લોકોમાંથી હોય તો અમારા પર આકાશનો કોઈ ટુકડો પાડી દે.”
قَالَ رَبِّىۡۤ اَعۡلَمُ بِمَا تَعۡمَلُوۡنَ ١٨٨
(૧૮૮) (શુઐબે) કહ્યું, “મારો રબ સારી રીતે જાણે છે જે કંઈ તમે કરી રહ્યા છો.”
فَكَذَّبُوۡهُ فَاَخَذَهُمۡ عَذَابُ يَوۡمِ الظُّلَّةِؕ اِنَّهٗ كَانَ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ ١٨٩
(૧૮૯) છેવટે તેમણે તેને ખોટો ઠેરવ્યો તો છત્રીવાળા દિવસના અઝાબે તેમને પકડી લીધા, તે મોટા ભારે દિવસનો અઝાબ હતો.
اِنَّ فِىۡ ذٰ لِكَ لَاَيَةً ؕ وَمَا كَانَ اَكۡثَرُهُمۡ مُّؤۡمِنِيۡنَ ١٩٠
(૧૯૦) બેશક આમાં મોટી નિશાની છે અને આમાંના મોટા ભાગના ઈમાનવાળા ન હતા.
وَاِنَّ رَبَّكَ لَهُوَ الۡعَزِيۡزُ الرَّحِيۡمُ ١٩١ع
(૧૯૧) અને બેશક તમારો રબ તે જ પ્રભુત્વશાળી અને દયાળુ છે. (ع-૧૦)