(૧૫૨) બેશક જે લોકોએ વાછરડાની પૂજા કરી છે, તેમના ઉપર જલ્દી તેમના રબ તરફથી પ્રકોપ અને અપમાન આ દુનિયાની જિંદગીમાં પડશે, અને અમે જૂઠો આરોપ લગાવનારાઓને આવી જ સજા આપીએ છીએ.
(૧૫૩) અને જે લોકોએ ગુનાહના કામ કર્યા પછી તેઓ તેના બાદ માફી માગી લે અને ઈમાન લઈ આવે તો તમારો રબ તે માફી પછી ગુનાહ માફ કરનાર દયાળુ છે.
(૧૫૪) અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થયો તો તે પાટીઓને ઉઠાવી લીધી, જેના લેખોમાં માર્ગદર્શન અને કૃપા હતી તે લોકોના માટે જેઓ પોતાના રબથી ડરતા હતા.[1]
(૧૫૫) અને મૂસાએ સિત્તેર માણસોને પોતાની કોમમાંથી અમારા નક્કી કરેલા સમય માટે પસંદ કર્યા, તો જ્યારે તેમને ભૂકંપે પકડી લીધા તો (મૂસા) દુઆ કરવા લાગ્યા કે, “હે મારા રબ! જો તને આ મંજુર હોત તો આના પહેલા જ તેમને અને મને નાશ કરી દેતો, શું તું અમારામાંથી કેટલાક મૂર્ખ લોકોના કારણે બધાનો નાશ કરી દઈશ? આ ઘટના ફક્ત તારા તરફથી એક પરીક્ષા છે, આવી પરીક્ષાથી જેને તું ચાહે ભટકાવી દે અને જેને ચાહે હિદાયત આપી દે, તું જ અમારો સંરક્ષક છું, હવે અમને માફ કર અને દયા કર અને તુ માફ કરનારાઓમાં સૌથી વધારે માફ કરનાર છે.
(૧૫૬) અને અમારા લોકોના નામે દુનિયામાં ભલાઈ લખી દે અને આખિરતમાં પણ, અમે તારા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ (અલ્લાહ તઆલાએ) ફરમાવ્યું કે, “હું મારો અઝાબ તેના ઉપર ઉતારું છું જેના ઉપર ચાહુ છું અને મારી દયા દરેક વસ્તુ પર છવાયેલી છે તો તે દયા તે લોકોના નામે જરૂર લખીશ જેઓ અલ્લાહથી ડરે છે અને ઝકાત આપે છે અને જેઓ અમારી આયતો ઉપર ઈમાન રાખે છે.”
(૧૫૭) જે લોકો આવા ઉમ્મી રસૂલ (દુનિયાના આલિમો દ્વારા તાલીમ પ્રાપ્ત કરી ન હોય તેવા)નુ અનુસરણ કરે છે, જેને તે લોકો પોતાની પાસે તૌરાત અને ઈન્જીલમાં લખેલું જુએ છે,[1] તે તેમને નેકીના કામોનો હુકમ આપે છે અને બૂરાઈના કામોથી રોકે છે,[2] અને શુધ્ધ વસ્તુઓને હલાલ બતાવે છે અને અશુધ્ધ વસ્તુઓને હરામ બતાવે છે, અને તે લોકો ઉપર જે ભાર અને ગળાના ફંદા હતા તેને દૂર કરે છે, એટલા માટે જે લોકો આ નબી ઉપર ઈમાન લાવે છે અને તેમનું સમર્થન કરે છે અને તેમની સહાયતા કરે છે અને તે પ્રકાશનું અનુસરણ કરે છે જે તેમના સાથે મોકલવામાં આવ્યો, આવા લોકો સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરનારા છે. (ع-૧૯)