Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૪

આયત ૩૧ થી ૪૦

قُلْ مَنْ یَّرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَ الْاَرْضِ اَمَّنْ یَّمْلِكُ السَّمْعَ وَ الْاَبْصَارَ وَ مَنْ یُّخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَ یُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ وَ مَنْ یُّدَبِّرُ الْاَمْرَ ؕ فَسَیَقُوْلُوْنَ اللّٰهُ ۚ فَقُلْ اَفَلَا تَتَّقُوْنَ (31)

(૩૧) (તમે) કહી દો કે, “તે કોણ છે જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી પહોંચાડે છે, અથવા તે કોણ છે જે સાંભળવા અને જોવાની શક્તિ પર પૂરો અધિકાર ધરાવે છે, અને તે કોણ છે જે સજીવને નિર્જીવમાંથી કાઢે છે અને નિર્જીવને સજીવમાંથી કાઢે છે, અને તે કોણ છે જે તમામ કામોનું સંચાલન કરે છે ?” બેશક તેઓ એમ જ કહેશે કે, “અલ્લાહ”, તો તેમને કહો કે, “પછી ડરતા કેમ નથી?”


فَذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمُ الْحَقُّ ۚ فَمَا ذَا بَعْدَ الْحَقِّ اِلَّا الضَّلٰلُ ۖۚ فَاَنّٰى تُصْرَفُوْنَ (32)

(૩૨) તો આ છે અલ્લાહ (તઆલા) જે તમારો સાચો રબ છે, તો સત્યના પછી બીજુ શું રહી ગયું સિવાય ભટકાવના, પછી તમે ક્યાં ભટકતા જઈ રહ્યા છો?


كَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِیْنَ فَسَقُوْۤا اَنَّهُمْ لَا یُؤْمِنُوْنَ (33)

(૩૩) આવી રીતે તમારા રબની એ વાત કે તેઓ ઈમાન લાવશે નહિ, તમામ નાફરમાન લોકોના વિશે સાબિત થઈ ચૂકી છે.


قُلْ هَلْ مِنْ شُرَكَآئِكُمْ مَّنْ یَّبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ ؕ قُلِ اللّٰهُ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ فَاَنّٰى تُؤْفَكُوْنَ (34)

(૩૪) (તમે આ રીતે) કહો કે, “શું તમારા ભાગીદારોમાં કોઈ એવા છે જેઓ પ્રથમવાર પણ પેદા કરે પછી બીજીવાર પેદા કરે?” તમે કહી દો કે, “અલ્લાહ જ પ્રથમવાર પેદા કરે છે અને તે જ બીજીવાર પણ પેદા કરશે, પછી તમે ક્યાં પાછા ફરી રહ્યા છો?”


قُلْ هَلْ مِنْ شُرَكَآئِكُمْ مَّنْ یَّهْدِیْۤ اِلَى الْحَقِّ ؕ قُلِ اللّٰهُ یَهْدِیْ لِلْحَقِّ ؕ اَفَمَنْ یَّهْدِیْۤ اِلَى الْحَقِّ اَحَقُّ اَنْ یُّتَّبَعَ اَمَّنْ لَّا یَهِدِّیْۤ اِلَّاۤ اَنْ یُّهْدٰى ۚ فَمَا لَكُمْ قف كَیْفَ تَحْكُمُوْنَ (35)

(૩૫) તમે કહી દો કે, “તમારા ભાગીદારોમાં કોઈ એવા છે જેઓ સત્યનો માર્ગ બતાવતા હોય ?” તમે કહી દો કે, “અલ્લાહ જ સત્યનો માર્ગ બતાવે છે તો પછી જે શક્તિ સત્યનો માર્ગ બતાવતી હોય તે વધારે અનુસરણ અને આજ્ઞાપાલનને લાયક છે અથવા તે વ્યક્તિ જે વગર બતાવ્યે પોતે માર્ગ જોઈ ન શકે ? તો તમને શું થઈ ગયું છે, તમે કેવા નિર્ણયો કરો છો?”


وَ مَا یَتَّبِعُ اَكْثَرُهُمْ اِلَّا ظَنًّا ؕ اِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْئًا ؕ اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِمَا یَفْعَلُوْنَ (36)

(૩૬) અને તેમના પૈકી ઘણાંખરા લોકો પાયા વગરના વિચારો પાછળ ચાલી રહ્યા છે, બેશક પાયા વગરના વિચારો સત્ય (ની ઓળખ) માં જરા પણ કામ નથી આપી શકતા, આ લોકો જે કંઈ કરી રહ્યા છે અલ્લાહ બધું જ જાણે છે.


وَ مَا كَانَ هٰذَا الْقُرْاٰنُ اَنْ یُّفْتَرٰى مِنْ دُوْنِ اللّٰهِ وَ لٰكِنْ تَصْدِیْقَ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَ تَفْصِیْلَ الْكِتٰبِ لَا رَیْبَ فِیْهِ مِنْ رَّبِّ الْعٰلَمِیْنَ قف (37)

(૩૭) અને આ કુરઆન એવું નથી કે અલ્લાહની વહીના સિવાય (જાતે) ઘડી લેવામાં આવે, બલ્કે આ તો તે કિતાબોનું સમર્થન કરે છે જે આના પહેલા ઉતરી ચૂકી છે, અને કિતાબ (આવશ્યક નિયમો) નું વિગતવાર વર્ણન છે, તેમાં કોઈ વાત શંકાની નથી કે તમામ સૃષ્ટિના રબ તરફથી છે.


اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ قُلْ فَاْتُوْا بِسُوْرَةٍ مِّثْلِهٖ وَ ادْعُوْا مَنِ اسْتَطَعْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (38)

(૩૮) શું આ લોકો એ રીતે કહે છે કે તમે તેને ઘડી લીધું છે? તમે કહી દો કે, “તો પછી તમે આના જેવી એક જ સૂરહ લાવો અને અલ્લાહના સિવાય જેને-જેને બોલાવી શકો તેમને બોલાવી લો જો તમે સાચા છો.”


بَلْ كَذَّبُوْا بِمَا لَمْ یُحِیْطُوْا بِعِلْمِهٖ وَ لَمَّا یَاْتِهِمْ تَاْوِیْلُهٗ ؕ كَذٰلِكَ كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الظّٰلِمِیْنَ (39)

(૩૯) બલ્કે તેઓ એવી વસ્તુને જૂઠાડવા લાગ્યા જેને પોતાના ઈલ્મના દાયરામાં નથી લાવ્યા અને હજુ તેમને તેનું અંતિમ પરિણામ નથી મળ્યુ જે લોકો તેમનાથી પહેલા થયા છે તેમણે પણ આવી રીતે જૂઠાડી હતી, તો જોઈ લો તે જાલિમોનો અંજામ શું થયો?


وَ مِنْهُمْ مَّنْ یُّؤْمِنُ بِهٖ وَ مِنْهُمْ مَّنْ لَّا یُؤْمِنُ بِهٖ ؕ وَ رَبُّكَ اَعْلَمُ بِالْمُفْسِدِیْنَ ۧ (40)

(૪૦) અને એમનામાંથી કેટલાક એવા લોકો છે જેઓ આના પર ઈમાન લઈ આવશે અને કેટલાક એવા છે જેઓ ઈમાન નહિ લાવે, અને તમારો રબ ફસાદ કરનારાઓને સારી રીતે જાણે છે. (ع-)