(૮) અને ઘણી બધી વસ્તીવાળાઓ એ પોતાના રબના હુકમની અને તેના રસૂલોની નાફરમાની કરી તો અમે તેમનાથી પણ સખત હિસાબ લીધો અને તેમણે જોયો ન હોય તેવો અઝાબ નાખી દીધો.
(૯) તો તેમણે પોતાના કરતૂતોની મજા ચાખી લીધી અને પરિણામ સ્વરૂપ તેમનું જ નુકસાન થયું.
(૧૦) તેમના માટે અલ્લાહ (તઆલા) એ સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, તો અલ્લાહથી ડરો હે બુદ્ધિશાળી ઈમાનવાળાઓ ! બેશક અલ્લાહે તમારા તરફ નસીહત મોકલી દીધી છે.
(૧૧) (એટલે કે) રસૂલ જે તમને અલ્લાહના સ્પષ્ટ હુકમો વાંચીને સંભળાવે છે જેથી તે લોકોને જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા. તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ આવે[1] અને જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન લાવે અને નેક કાર્ય કરે, અલ્લાહ તેમને એવી જન્નતમાં દાખલ કરશે જેના નીચે નહેરો વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, બેશક અલ્લાહે તેને સર્વોત્તમ રોજી આપી રાખી છે.
(૧૨) અલ્લાહ તે છે જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ રીતે ધરતી પણ,[1] તેનો હુકમ તેના વચ્ચે ઉતારે છે,[2] જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અને અલ્લાહ (તઆલા) એ દરેક વસ્તુને પોતાના જ્ઞાનના દાયરામાં સમાવી રાખેલ છે.[3] (ع-૨)