Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૩

આયત ૨૩ થી ૨૫

اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّ لُؤْلُؤًا ؕ وَ لِبَاسُهُمْ فِیْهَا حَرِیْرٌ (23)

(૨૩) બેશક ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) એવી જન્નતમાં લઈ જશે જેના નીચે નહેરો વહી રહી હશે, જ્યાં તેમને સોનાના કંગનો પહેરાવવામાં આવશે, અને સાચા મોતી પણ, ત્યાં તેમના કપડાં શુધ્ધ રેશમના હશે.


وَ هُدُوْۤا اِلَى الطَّیِّبِ مِنَ الْقَوْلِ ۖۚ وَ هُدُوْۤا اِلٰى صِرَاطِ الْحَمِیْدِ (24)

(૨૪) અને તેમને પવિત્ર વચનનો માર્ગ દેખાડી દેવામાં આવ્યો, અને ખૂબ પ્રશંસાવાળા (અલ્લાહ)નો માર્ગ દેખાડવામાં આવ્યો.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَ الْمَسْجِدِ الْحَرَامِ الَّذِیْ جَعَلْنٰهُ لِلنَّاسِ سَوَآءَ اِ۟لْعَاكِفُ فِیْهِ وَ الْبَادِ ؕ وَ مَنْ یُّرِدْ فِیْهِ بِاِلْحَادٍۭ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ اَلِیْمٍ ۧ (25)

(૨૫) જે લોકોએ કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી રોકવા લાગ્યા અને તે પ્રતિષ્ઠિત મસ્જીદથી પણ જેને અમે તમામ લોકો માટે સમાન કરી દીધી છે, જેમાં સ્થાનિક નિવાસીઓ હોય કે બહારના હોય. જે કોઈ પણ જુલમ સાથે આમાં ગુમરાહ થવાનો વિચાર કરશે તેને અમે પીડાકારી અઝાબની મજા ચખાડીશું. (ع-૩)