Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૭

આયત ૪૩ થી ૫૯

عَفَا اللّٰهُ عَنْكَ ۚ لِمَ اَذِنْتَ لَهُمْ حَتّٰى یَتَبَیَّنَ لَكَ الَّذِیْنَ صَدَقُوْا وَ تَعْلَمَ الْكٰذِبِیْنَ (43)

(૪૩) અલ્લાહ તમને માફ કરી દે, તમે તેમને કેમ પરવાનગી આપી દીધી? એના વગર કે તમારા સામે સાચા લોકો સ્પષ્ટ રીતે જાહેર થઈ જાય અને તમે જૂઠા લોકોને પણ જાણી લો.


لَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ اَنْ یُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَ اَنْفُسِهِمْ ؕ وَ اللّٰهُ عَلِیْمٌۢ بِالْمُتَّقِیْنَ (44)

(૪૪) અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન અને યકીન રાખનારા તો માલથી અને જાનથી જિહાદ કરવાથી રોકાઈ રહેવાની કદી પણ તમારા પાસે પરવાનગી નહિં માગે અને અલ્લાહ તઆલા પરહેઝગારોને સારી રીતે જાણે છે.


اِنَّمَا یَسْتَاْذِنُكَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ وَ ارْتَابَتْ قُلُوْبُهُمْ فَهُمْ فِیْ رَیْبِهِمْ یَتَرَدَّدُوْنَ

(45)

(૪૫) આ પરવાનગી તો તમારાથી તે જ લોકો માગે છે જેમને ન તો અલ્લાહ પર ઈમાન છે ન આખિરતના દિવસ પર યકીન છે, જેમના દિલ શંકામાં પડેલા છે અને તેઓ પોતાની શંકામાં જ ભટકી રહ્યા છે.


وَ لَوْ اَرَادُوا الْخُرُوْجَ لَاَعَدُّوْا لَهٗ عُدَّةً وَّ لٰكِنْ كَرِهَ اللّٰهُ انْۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَ قِیْلَ اقْعُدُوْا مَعَ الْقٰعِدِیْنَ (46)

(૪૬) જો તેમનો ઈરાદો (જિહાદ પર) નીકળવાનો હોત, તો તેઓ આ (મુસાફરી)ના માટે સાધનોની તૈયારી કરતા. પરંતુ અલ્લાહને તેમનું ઉઠવું પસંદ જ ન હતું, એટલા માટે તેમને કંઈ પણ કરવાથી રોકી દીધા, અને કહી દેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓ સાથે બેસ્યા રહો.


لَوْ خَرَجُوْا فِیْكُمْ مَّا زَادُوْكُمْ اِلَّا خَبَالًا وَّ لَاۡاَوْضَعُوْا خِلٰلَكُمْ یَبْغُوْنَكُمُ الْفِتْنَةَ ۚ وَ فِیْكُمْ سَمّٰعُوْنَ لَهُمْ ؕ وَ اللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ (47)

(૪૭) જો આ લોકો તમારામાં ભળીને નીકળતા તો પણ તમારા માટે ફિતના સિવાય બીજી કોઈ વસ્તુનો વધારો ન કરતા, બલ્કે તમારા વચ્ચે ખૂબજ ઘોડા દોડાવતા, અને તમારામાં ફિતનો નાખવાના લાગમાં રહેતા. તેમના માનવાવાળાઓ તમારામાં હાજર છે અને અલ્લાહ તઆલા જાલિમોને સારી રીતે જાણે છે.


لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَ قَلَّبُوْا لَكَ الْاُمُوْرَ حَتّٰى جَآءَ الْحَقُّ وَ ظَهَرَ اَمْرُ اللّٰهِ وَ هُمْ كٰرِهُوْنَ (48)

(૪૮) આ લોકોએ તો આના પહેલા પણ ફિતનો નાખવાના પ્રયત્નો કર્યા છે, અને તમારા માટે કામોને ઉલટ પુલટ કરતા રહ્યા છે, ત્યાં સુધી કે સત્ય આવી પહોંચ્યું અને અલ્લાહનો હુકમ પ્રભાવી થઈ ગયો, તેમ છતાં પણ તેઓ નારાજગીમાં જ રહ્યા.


وَ مِنْهُمْ مَّنْ یَّقُوْلُ ائْذَنْ لِّیْ وَ لَا تَفْتِنِّیْ ؕ اَلَا فِی الْفِتْنَةِ سَقَطُوْا ؕ وَ اِنَّ جَهَنَّمَ لَمُحِیْطَةٌۢ بِالْكٰفِرِیْنَ (49)

(૪૯) તેમનામાંથી કોઈ તો કહે છે કે “મને રજા આપી દો, મને પરેશાનીમાં ન નાખો, બાખબર રહો કે તેઓ તો ફિતનામાં પડી ચૂક્યા છે, બેશક જહન્નમ કાફિરોને ઘેરી લેનાર છે.


اِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۚ وَ اِنْ تُصِبْكَ مُصِیْبَةٌ یَّقُوْلُوْا قَدْ اَخَذْنَاۤ اَمْرَنَا مِنْ قَبْلُ وَ یَتَوَلَّوْا وَّ هُمْ فَرِحُوْنَ (50)

(૫૦) તમને જો કોઈ ભલાઈ પહોંચે તો તેમને ખરાબ લાગે છે અને જો કોઈ બૂરાઈ પહોંચે તો કહે છે અમે તો અમારી વાત પહેલાથી જ ઠીક કરી લીધી હતી, પછી તો મોટા ઈતરાતા પાછા ફરે છે.


قُلْ لَّنْ یُّصِیْبَنَاۤ اِلَّا مَا كَتَبَ اللّٰهُ لَنَا ۚ هُوَ مَوْلٰىنَا ۚ وَ عَلَى اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ (51)

(૫૧) (તમે) કહી દો કે અમને સિવાય અલ્લાહના અમારા હકમાં લખેલ કોઈ વસ્તુ પહોંચી નથી શકતી, તે અમારો માલિક છે અને (તમે કહી દો) ઈમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ પૂરો ભરોસો કરવો જોઈએ.


قُلْ هَلْ تَرَبَّصُوْنَ بِنَاۤ اِلَّاۤ اِحْدَى الْحُسْنَیَیْنِ ؕ وَ نَحْنُ نَتَرَبَّصُ بِكُمْ اَنْ یُّصِیْبَكُمُ اللّٰهُ بِعَذَابٍ مِّنْ عِنْدِهٖۤ اَوْ بِاَیْدِیْنَا ۖز فَتَرَبَّصُوْۤا اِنَّا مَعَكُمْ مُّتَرَبِّصُوْنَ (52)

(૫૨) કહી દો કે તમે અમારા વિશે જેની રાહ જોઈ રહ્યા છો તે બે ભલાઈઓમાંથી એક છે અને અમે તમારા મામલામાં એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ તઆલા તમને પોતાના પાસેથી કોઈ સજા આપે અથવા અમારા હાથો વડે, બસ એક તરફ તમે રાહ જુઓ, બીજી તરફ અમે તમારા સાથે રાહ જોઈ રહ્યા છીએ.


قُلْ اَنْفِقُوْا طَوْعًا اَوْ كَرْهًا لَّنْ یُّتَقَبَّلَ مِنْكُمْ ؕ اِنَّكُمْ كُنْتُمْ قَوْمًا فٰسِقِیْنَ (53)

(૫૩) કહી દો કે તમે રાજીખુશીથી અથવા નારાજગીથી કોઈ પણ રીતે ખર્ચ કરો, તેને ક્યારેય સ્વીકારવામાં નહિં આવે, બેશક તમે ફાસિક લોકો છો.


وَ مَا مَنَعَهُمْ اَنْ تُقْبَلَ مِنْهُمْ نَفَقٰتُهُمْ اِلَّاۤ اَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَ بِرَسُوْلِهٖ وَ لَا یَاْتُوْنَ الصَّلٰوةَ اِلَّا وَ هُمْ كُسَالٰى وَ لَا یُنْفِقُوْنَ اِلَّا وَ هُمْ كٰرِهُوْنَ (54)

(૫૪) કોઈ કારણ તેમના ખર્ચને સ્વીકાર ન થવામાં એના સિવાય નથી કે તેઓ અલ્લાહ અને તેના રસૂલના નાફરમાન છે અને ઘણી આળસથી નમાઝમાં આવે છે અને ખરાબ દિલથી ખર્ચ કરે છે.


فَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَ لَاۤ اَوْلَادُهُمْ ؕ اِنَّمَا یُرِیْدُ اللّٰهُ لِیُعَذِّبَهُمْ بِهَا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ تَزْهَقَ اَنْفُسُهُمْ وَ هُمْ كٰفِرُوْنَ (55)

(૫૫) એટલા માટે તમને તેમના માલ અને સંતાન આશ્ચર્યમાં ન નાખી દે, અલ્લાહ એ જ ઈચ્છે છે કે તેમને દુનિયાની જિંદગીમાં જ સજા આપે અને તેમના કુફ્રની હાલતમાં તેમનો જીવ નીકળી જાય.


وَ یَحْلِفُوْنَ بِاللّٰهِ اِنَّهُمْ لَمِنْكُمْ ؕ وَ مَا هُمْ مِّنْكُمْ وَ لٰكِنَّهُمْ قَوْمٌ یَّفْرَقُوْنَ (56)

(૫૬) અને તેઓ અલ્લાહની કસમ ખાઈ ખાઈને કહે છે કે અમે તમારામાંથી જ છીએ, જ્યારે કે તેઓ હકીકતમાં તમારામાંથી નથી, વાત ફક્ત એટલી છે કે તેઓ બુજદિલ (ડરપોક) લોકો છે.


لَوْ یَجِدُوْنَ مَلْجَاً اَوْ مَغٰرٰتٍ اَوْ مُدَّخَلًا لَّوَلَّوْا اِلَیْهِ وَ هُمْ یَجْمَحُوْنَ (57)

(૫૭) જો તેઓ કોઈ સલામત જગ્યા અથવા કોઈ ગુફા અથવા કોઈપણ માથું સંતાડવાની જગ્યા મેળવી લે તો હમણાં તે તરફ લગામ તોડીને ઉલટા ભાગી છૂટે.


وَ مِنْهُمْ مَّنْ یَّلْمِزُكَ فِی الصَّدَقٰتِ ۚ فَاِنْ اُعْطُوْا مِنْهَا رَضُوْا وَ اِنْ لَّمْ یُعْطَوْا مِنْهَاۤ اِذَا هُمْ یَسْخَطُوْنَ (58)

(૫૮) તેમાં તે લોકો પણ છે જેઓ સદકા (દાન) ના માલની વહેંચણીના વિશે તમારા સામે વાંધો ઉઠાવે છે, જો તેમાંથી તેમને મળી જાય તો રાજી થાય છે અને જો તેમાંથી ન મળે તો તરત જ નારાજ થઈ ઊભા થઈ જાય છે.


وَ لَوْ اَنَّهُمْ رَضُوْا مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ وَ رَسُوْلُهٗ ۙ وَ قَالُوْا حَسْبُنَا اللّٰهُ سَیُؤْتِیْنَا اللّٰهُ مِنْ فَضْلِهٖ وَ رَسُوْلُهٗۤ ۙ اِنَّاۤ اِلَى اللّٰهِ رٰغِبُوْنَ ۧ (59)

(૫૯) જો આ લોકો અલ્લાહ અને તેના રસૂલના આપેલા પર રાજી રહેતા અને કહી દેતા કે, “અલ્લાહ અમને પૂરતો છે, અલ્લાહ અમને પોતાની કૃપાથી ઘણું આપશે અને તેના રસૂલ પણ, અમે તો અલ્લાહથી જ ઉમ્મીદ રાખનારા છીએ.” (ع-)