Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૮૪) ધરતી અને આકાશની દરેક વસ્તુ અલ્લાહ (તઆલા) ના અધિકારમાં છે. તમારા દિલોમાં જે કંઈ છે, તેને તમે જાહેર કરો અથવા છુપાઓ, અલ્લાહ (તઆલા) તેનો હિસાબ લેશે, પછી જેને ઈચ્છે તેને માફ કરી દે અને જેને ઈચ્છે સજા આપે. અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(૨૮૫) રસૂલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા, તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે અમે ભેદભાવ નથી કરતા, તેમણે કહ્યું કે અમે સાંભળ્યું અને ફરમાબરદારી કરી, અમે તારાથી માફી ચાહિએ છીએ. અય અમારા રબ! અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે.
(૨૮૬) અલ્લાહ કોઈ પણ નફસ (આત્મા) પર તેની તાકાતથી વધારે બોજ નથી નાખતો, જે ભલાઈ તે કરે તે તેના માટે છે જે બુરાઈ તે કરે તે તેના પર છે. અય અમારા રબ! જો અમે ભૂલી ગયા હોય અથવા ભૂલ કરી હોય તો અમને પકડીશ નહિં. અય અમારા રબ! અમારા ઉપર તે બોજ ન નાખ જે અમારાથી પહેલાના લોકો પર નાખ્યો હતો. અય અમારા રબ! અમારા ઉપર તે બોજ ન નાખ જે અમારી તાકાતમાં ન હોય અને અમને માફ કરી દે અને માફી આપ અને અમારા પર રહમ કર. તું જ અમારો માલિક છે, અમને કાફિર કોમ પર વિજય પ્રદાન કર.