Surah Al-Muddaththir
સૂરહ અલ-મુદ્દસ્સિર
આયત : ૫૬ | રૂકૂઅ : ૨
સૂરહ અલ-મુદ્દસ્સિર (૭૪)
કાપડ ઓઢવાવાળા
સૂરહ અલ-મુદ્દસ્સિર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છપ્પન (૫૬) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
સૌથી પહેલા જે વહી ઉતરી છે તે (સૂરે આલા ની પહેલી પાંચ આયતો) છે. તેના પછી વહીમાં મોડું થયું અને નબી (અ.સ.) ખૂબ બેચેન થઈ ગયા અને પરેશાન રહેવા લાગ્યા. એક દિવસે અચાનક તે જ ફરિશ્તો જે હિરા (પર્વત)ની ગુફામાં વહી લઈને પ્રથમ વખત આવ્યો હતો, આપ (સ.અ.) એ જોયું કે જમીન અને આકાશ વચ્ચે એક કુર્સી પર બેઠો છે, જેનાથી આપ પર ડર છવાઈ ગયો અને ઘરે જઈને ઘરવાળાઓને કહ્યું કે મને ચાદર ઓઢાવી દો, મને ચાદર ઓઢાવી દો, એટલા માટે તેમણે આપને એક ચાદર ઓઢાવી દીધી, આવી હાલતમાં વહી ઉતરી. (સહીહ બુખારી, મુસ્લિમ, સૂરતુલ મુદસ્સિર અને કિતાબુલ ઈમાન) આના આધારે આ બીજી વહી અને વહીના મોટા અંતરાલ પછી પહેલી વહી છે.