Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૫

આયત ૩૮ થી ૪૪

قُلْ لِّلَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّنْتَهُوْا یُغْفَرْ لَهُمْ مَّا قَدْ سَلَفَ ۚ وَ اِنْ یَّعُوْدُوْا فَقَدْ مَضَتْ سُنَّتُ الْاَوَّلِیْنَ (38)

(૩૮) તમે કાફિરોને કહી દો કે જો તે લોકો રોકાઈ જાય, તો તેમના બધા ગુનાહ જે પહેલા કરી ચૂક્યા છે માફ કરી દેવામાં આવશે? અને જો પોતાની એજ રીતિ રાખશે તો પહેલાના (કાફિરોના) માટે નિયમ લાગુ થઈ ચૂક્યો છે.


وَ قَاتِلُوْهُمْ حَتّٰى لَا تَكُوْنَ فِتْنَةٌ وَّ یَكُوْنَ الدِّیْنُ كُلُّهٗ لِلّٰهِۚ فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ بِمَا یَعْمَلُوْنَ بَصِیْرٌ (39)

(૩૯) અને તમે તેમનાથી તે સમય સુધી સંઘર્ષ કરો કે તેમના અકીદા (માન્યતા)માં બગાડ ન રહે અને ધર્મ અલ્લાહ માટે જ થઈ જાય, પછી તેઓ રોકાઈ જાય તો અલ્લાહ (તઆલા) તેમના કર્મોને ખૂબ જોઈ રહ્યો છે.


وَ اِنْ تَوَلَّوْا فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَوْلٰىكُمْ ؕ نِعْمَ الْمَوْلٰى وَ نِعْمَ النَّصِیْرُ (40)

(૪૦) અને જો મોઢું ફેરવી દે તો, વિશ્વાસ રાખો કે અલ્લાહ (તઆલા) તમારો દોસ્ત છે, તે બહેતર દોસ્ત અને બહેતર મદદગાર છે.


وَ اعْلَمُوْۤا اَنَّمَا غَنِمْتُمْ مِّنْ شَیْءٍ فَاَنَّ لِلّٰهِ خُمُسَهٗ وَ لِلرَّسُوْلِ وَ لِذِی الْقُرْبٰى وَ الْیَتٰمٰى وَ الْمَسٰكِیْنِ وَ ابْنِ السَّبِیْلِ ۙ اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ وَ مَاۤ اَنْزَلْنَا عَلٰى عَبْدِنَا یَوْمَ الْفُرْقَانِ یَوْمَ الْتَقَى الْجَمْعٰنِ ؕ وَ اللّٰهُ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (41)

(૪૧) અને જાણી લો કે તમે જે પ્રકારનો જે પણ લડાઈનો માલ પ્રાપ્ત કરો છો તેમાંથી પાંચમો ભાગ તો અલ્લાહ અને રસૂલ અને રિશ્તેદારો અને અનાથો અને ગરીબો અને મુસાફરોના માટે છે જો તમે અલ્લાહ ઉપર ઈમાન ધરાવો છો, અને તેના ઉપર જે અમે પોતાના બંદા ઉપર તે દિવસે ઉતાર્યું છે જે સત્ય અને અસત્યના વચ્ચે ફરક કરનારો હતો, જે દિવસે બંને સેનાઓની ટક્કર થઈ ગઈ હતી, અને અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.


اِذْ اَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْیَا وَ هُمْ بِالْعُدْوَةِ الْقُصْوٰى وَ الرَّكْبُ اَسْفَلَ مِنْكُمْ ؕ وَ لَوْ تَوَاعَدْتُّمْ لَاخْتَلَفْتُمْ فِی الْمِیْعٰدِ ۙ وَ لٰكِنْ لِّیَقْضِیَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ۙ٥ لِّیَهْلِكَ مَنْ هَلَكَ عَنْۢ بَیِّنَةٍ وَّ یَحْیٰى مَنْ حَیَّ عَنْۢ بَیِّنَةٍ ؕ وَ اِنَّ اللّٰهَ لَسَمِیْعٌ عَلِیْمٌۙ (42)

(૪૨) જ્યારે કે તમે નજીકના કિનારા ઉપર અને તેઓ દૂરના કિનારા ઉપર હતા, અને કાફલો તમારાથી (ઘણો) નીચે હતો, જો તમે પરસ્પર વાયદો કરતા તો નિર્ધારિત સમય પર પહોંચવામાં મતભેદ કરી જતા, પરંતુ અલ્લાહને એક કામ કરી નાખવું હતું જે નક્કી થઈ ચૂક્યુ હતું, તેથી જે નષ્ટ થાય તે દલીલ ઉપર (એટલે કે નક્કી સમજીને) નષ્ટ થાય, અને જે જીવતો રહી જાય તે પણ દલીલ ઉપર (સત્ય ઓળખીને) જીવતો રહે અને અલ્લાહ સારી રીતે સાંભળનાર અને જાણનાર છે.


اِذْ یُرِیْكَهُمُ اللّٰهُ فِیْ مَنَامِكَ قَلِیْلًا ؕ وَ لَوْ اَرٰىكَهُمْ كَثِیْرًا لَّفَشِلْتُمْ وَ لَتَنَازَعْتُمْ فِی الْاَمْرِ وَ لٰكِنَّ اللّٰهَ سَلَّمَ ؕ اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (43)

(૪૩) જ્યારે કે તમને તમારા સ્વપ્નમાં અલ્લાહે તેમની સંખ્યા ઓછી દેખાડી, જો તેમને વધારે દેખાડતો તો તમે બુજદિલ બની જતા અને આના વિશે પરસ્પર મતભેદ કરતા, પરંતુ અલ્લાહે બચાવી લીધા, બેશક તે હૃદયની વાતોને જાણનાર છે.


وَ اِذْ یُرِیْكُمُوْهُمْ اِذِ الْتَقَیْتُمْ فِیْۤ اَعْیُنِكُمْ قَلِیْلًا وَّ یُقَلِّلُكُمْ فِیْۤ اَعْیُنِهِمْ لِیَقْضِیَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ؕ وَ اِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۧ (44)

(૪૪) અને જ્યારે મુકાબલાના સમયે તે લોકોને તમારી નજરમાં ઘણાં ઓછા દેખાડ્યા અને તમને તેમની નજરમાં ઓછા દેખાડ્યા, જેથી અલ્લાહ (તઆલા) તે કામને અંત સુધી પહોંચાડી દે, જે કરવાનું હતુ અને દરેક મામલાને અલ્લાહ તરફ ફેરવી દેવામાં આવે છે. (ع-)