Surah Al-Muddaththir
સૂરહ અલ-મુદ્દસ્સિર
સૂરહ અલ-મુદ્દસ્સિર
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે કાપડ ઓઢવાવાળા ! [1]
(૨) ઊભા થઈ જાઓ અને હોંશિયાર કરી દો.
(૩) અને પોતાના રબની જ મહિમા (ગુણગાન) વર્ણન કરો.
(૪) અને પોતાના કપડા પવિત્ર રાખ્યા કરો.
(૫) અને અપવિત્રતા (નાપાકી) ને છોડી દો. [2]
(૬) અને ઉપકાર કરીને વધુ મેળવવાની ઈચ્છા ન કરો.
(૭) અને પોતાના રબના માર્ગમાં સબ્ર કરો.
(૮) અને જયારે રણશિંગુ (શૂર) ફૂંકવામાં આવશે.
(૯) તો તે દિવસ ખૂબ જ ભારે દિવસ હશે.
(૧૦) (જે) કાફિરો પર હળવો નહિં હોય.
(૧૧) મને અને તેને છોડી દો, જેને મેં એકલો પેદા કર્યા છે. [3]
(૧૨) અને તેને ખૂબ જ ધન આપી રાખ્યું છે.
(૧૩) અને હાજર રહેવાવાળા દીકરાઓ પણ
(૧૪) અને મેં તેમને ખૂબ જ વધુ વિશાળતા આપી રાખી છે.
(૧૫) પછી પણ તેની ઈચ્છા (લાલચ) છે કે હું તેને હજુ વધારે આપું.
(૧૬) કદાપિ નહિં, તે અમારી આયતોનો વિરોધી છે. [4]
(૧૭) નજીકમાં જ હું તેને એક સખત ચઢાઈ ચઢાવીશ.
(૧૮) તેણે વિચારીને અંદાજો લગાવ્યો .
(૧૯) તેનો નાશ થાય, તેણે કેવો અંદાજો લગાવ્યો ?
(૨૦) તેનો ફરીથી નાશ થાય, કેવી રીતે અંદાજો લગાવ્યો ? [5]
(૨૧) તેણે ફરીથી જોયું.
(૨૨) પછી તેણે મોઢું બગાડ્યું અને કપાળ ઉપર વળ ચઢાવ્યા.
(૨૩) પછી તે પાછો ફર્યો અને ઘમંડમાં પડ્યો.
(૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફક્ત જાદૂ છે જે નકલ કરવામાં આવે છે.
(૨૫) (આ) મનુષ્યની વાણી સિવાય કંઈજ નથી.
(૨૬) હું જલ્દીથી તેને જહન્નમમાં નાખીશ.
(૨૭) અને તમને શું ખબર [6] કે જહન્નમ કેવી વસ્તુ છે ?
(૨૮) ન તે બાકી રાખે છે અને ન છોડે છે.
(૨૯) ચામડીને બાળી મૂકનાર છે.
(૩૦) અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ) નિયુક્ત છે.
(૩૧) અને અમે જહન્નમના રક્ષક ફક્ત ફરિશ્તાઓને રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફક્ત કાફિરોની ક્સોટી માટે નિર્ધારિત કરી રાખી છે, [7] જેથી ક્તિાબવાળાઓ યકીન કરી લે અને ઈમાનવાળાઓનું ઈમાન હજુ વધી જાય અને ક્તાિબવાળાઓ અને ઈમાનવાળાઓ શંકા ન કરે અને જેમના દિલોમાં (શંકાનો) રોગ છે તેઓ અને કાફિરો કહે છે કે આ ઉદાહરણથી અલ્લાહ (તઆલા)નો હેતુ (મક્સદ) શું છે ? [8] આ રીતે અલ્લાહ (તઆલા) જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે સીધો માર્ગ બતાવી દે છે અને તમારા રબના લશ્કરોને તેના સિવાય કોઈ નથી જાણતું [9] આ બધા જ મનુષ્યો માટે (સરાસર) ઉપદેશ (અને ભલાઈ) છે. (ع-૧)