Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૬૦) અને જયારે મુસા (અ.સ.)એ પોતાની કોમ માટે પાણી માંગ્યુ તો અમે કહ્યું કે પોતાની લાઠી પથ્થર પર મારો, જેનાથી બાર ઝરણાં ફુટી નીકળ્યા, દરેક જૂથે પોતાનાં ઝરણાને ઓળખી લીધું (અને અમે કહી દીધુ કે) અલ્લાહ તઆલાએ આપેલ અનાજ ખાઓ-પીઓ અને ધરતી પર બગાડ ફેલાવતા ન ફરો.
(૬૧) અને જ્યારે તમે કહ્યું કે, “હે મુસા (અ.સ.)! અમારાથી એક જ પ્રકારનું ખાણુ ખાવાથી સબ્ર (ધીરજ) થશે નહિં, એટલા માટે તમારા રબથી દુઆ કરો કે તે અમને ધરતી પર ઉગાડેલ શાકભાજી, કાકડી, ઘઉં, મસૂર અને ડુંગળી આપે.” આપે કહ્યું કે શ્રેઠ વસ્તુઓના બદલામાં હલકી વસ્તુઓ શા માટે માંગો છો? ભલે, શહેરમાં જાઓ અને ત્યાં તમને તમારી પસંદની બધીજ વસ્તુઓ મળશે[29], એમના પર અપમાન અને ગરીબી નાખી દેવામાં આવી અને તેઓ અલ્લાહનો અઝાબ (પ્રકોપ) લઈને પાછા ફર્યા, આ એટલા માટે કે તેઓ અલ્લાહની આયતોને માનતા ન હતા અને નબીઓને નાહક કતલ કરતા હતા, આ તેમના હદથી વધી જવાનું પરિણામ છે.