Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૮૩) અને જયારે અમે ઈસરાઈલના પુત્રોથી વચન લીધુ કે તમે અલ્લાહના સિવાય બીજા કોઈની બંદગી ન કરશો, અને માતા-પિતા સાથે સારો વ્યવહાર કરશો, અને એવી જ રીતે નજીકના સગા સંબંધી, અનાથો અને ગરીબો સાથે, અને લોકોને સારી વાતો કહેશો, નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપતા રહેશો, પરંતુ થોડા લોકો સિવાય તમે બધા ફરી ગયા અને મોઢાં ફેરવી લીધાં.
(૮૪) અને જયારે અમે તમારાથી વચન લીધુ કે, પરસ્પર લોહી વહેવડાવશો નહિં (કતલ નતા કરશો) અને પોતાનાઓને દેશથી ન કાઢશો, તમે સ્વીકાર્યુ અને તમે એના સાક્ષી બન્યા.
(૮૫) પછી પણ તમે પોતાનાઓના કતલ કર્યા અને પોતાના એક જૂથને દેશથી કાઢયા અને ગુનાહ તથા ઈર્ષા કરવાના કામમાં તેમના વિરુધ્ધ બીજાનો પક્ષ લીધો. હા, જયારે તેઓ કેદી બનીને તમારા પાસે આવ્યા તો તમે એમના બદલામાં માલ આપ્યો (જેને ફિદિયા કહે છે) પરંતુ તેમને કાઢવાનુ જે તમારા પર હરામ હતુ (એની કોઈ ચિંતા ન કરી) શું તમે કિતાબની કેટલીક વાતો માનો છો અને કેટલીકને નકારો છો? તમારામાંથી જે કોઈ આવું કરે તેની સજા એના સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે કઠિન સજાઓની માર ! અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી.
(૮૬) આ તે લોકો છે જેમણે દુનિયાની જિંદગીને આખિરતના બદલે ખરીદી લીધી છે, તેમની ન સજાઓ ઓછી થશે ન તેમની મદદ કરવામાં આવશે.