(૬૦) શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે, ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે.
(૬૧) અને તેમનાથી જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા) એ જે (પવિત્ર કિતાબ) ઉતાર્યું છે તેના તરફ અને રસૂલ તરફ આવો, તો તમે જોશો કે આ મુનાફિકો (દંભીઓ) તમારાથી મોઢું ફેરવી રોકાઈ જાય છે.
(૬૨) પછી શું કારણ છે કે જયારે તેમના પર તેમના કાર્યોને કારણે કોઈ મુસીબત આવી પડે છે, તો પછી તેઓ તમારા પાસે આવીને અલ્લાહ (તઆલા)ની કસમ લે છે કે અમારો ઈરાદો તો ફકત ભલાઈ અને સારા સંબંધનો જ હતો.
(૬૩) આ તે લોકો છે જેમના દિલોનો ભેદ અલ્લાહ (તઆલા)ને સારી રીતે ખબર છે, તમે તેમનાથી વાત સાંભળી ટાળ્યા કરો, અને તેઓને તાલીમ આપતા રહો અને તેઓને તે વાત કહો જે તેમના દિલોમાં ઉતરવાવાળી હોય.
(૬૪) અને અમે દરેક રસૂલને ફકત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો ૫૨ જુલમ કર્મો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા અને રસૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ (તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા.
(૬૫) તો કસમ છે તમારા રબની! આ લોકો (ત્યાં સુધી) ઈમાનવાળા નથી હોઈ શકતા જયાં સુધી બધા પરસ્પરના મતભેદોમાં તમને ફેંસલો કરનાર ન સ્વીકારી લે, પછી જે ફેંસલો તમે કરી દો તેનાથી પોતાના દિલોમાં જરા પણ તંગી અને નાખુશી ન અનુભવે બલ્કે ફરમાબરદારની જેમ કબૂલ કરી લે.
(૬૬) અને જો અમે તેમના ૫૨ અનિવાર્ય કરી દેતા કે પોતે પોતાને કતલ કરી દો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેનું પાલન તેમનામાંથી ઘણા ઓછા લોકો કરતા, અને જો તેઓ એ જ કરતાં જેની તેઓને તાલીમ આપવામાં આવે છે, તો જરૂર તેમના માટે ઘણું સારૂ હોત, અને ઘણું વધારે મજબૂત હોત.
(૬૯) અને જેઓ પણ અલ્લાહ (તઆલા) અને રસૂલ (સ.અ.વ.)ના હુક્મનું અનુસરણ કરે, તેઓ તે લોકોની સાથે હશે, જેમના પર અલ્લાહ (તઆલા) એ પોતાની કૃપા કરી છે, જેવા કે નબીઓ, સિદ્દીકો, શહીદો અને નેક લોકોની (સાથે), આ ઉત્તમ સાથીઓ છે.